યુદ્ધ  વચ્ચે પણ દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ મેમાં ત્રણ મહિનાની ટોચે રહી
યુદ્ધ વચ્ચે પણ દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ મેમાં ત્રણ મહિનાની ટોચે રહી
Published on: 02nd June, 2026

પશ્ચિમ એશિયાના યુદ્ધ છતાં મેમાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારો જોવા મળ્યો છે. એસએન્ડપી ગ્લોબલ દ્વારા એકત્રિત કરાયેલા ડેટા પ્રમાણે,મેનો ઉત્પાદન ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (PMI) વધી ૫૫.૦૦ સાથે ત્રણ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો છે. એપ્રિલનો આ આંક ૫૪.૭૦ રહ્યો હતો.