UPIના જમાનામાં પણ કેશનો ક્રેઝ!
UPIના જમાનામાં પણ કેશનો ક્રેઝ!
Published on: 22nd August, 2026

ડિજિટલ વ્યવહારો વધવા છતાં, ભારતમાં રોકડ (Cash) નો ઉપયોગ અપેક્ષા કરતાં વધુ છે. RBIના ડેપ્યુટી ગવર્નર શિરીષ ચંદ્ર મુર્મુએ જણાવ્યું કે, અમેરિકા અને યુરોપની સરખામણીમાં ભારતીય રૂપિયાની ચલણી નોટોની સંખ્યા અનુક્રમે 3 ગણી અને 6 ગણી વધારે છે. હાલમાં ભારતમાં લગભગ 176 અબજ ચલણી નોટો વપરાશમાં છે, જ્યારે અમેરિકામાં 56 અબજ અને યુરોપમાં 30 અબજ નોટો છે. આ 'Cash Paradox' પરિસ્થિતિ પાછળ ઘણા કારણો છે.