મોરબી જ્વેલરી શોપમાં ચોરી કરનાર પિતા-પુત્ર ₹17.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
મોરબી જ્વેલરી શોપમાં ચોરી કરનાર પિતા-પુત્ર ₹17.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
Published on: 16th September, 2026

ગત 5 સપ્ટેમ્બરે મોરબીના સરદાર રોડ પર આવેલી રાધા કૃષ્ણ જ્વેલર્સ નામની દુકાનમાં દીવાલમાં બાકોરું પાડી ₹17.24 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરનાર પિતા-પુત્ર કરીમ માણેક અને મુસ્તાક માણેકને પોલીસે ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલું બાઈક મળી કુલ ₹17.74 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. પોલીસે દુકાનદાર દીપક માંડલિયાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. આરોપીઓએ ચોરીનો મુદ્દામાલ ઘરના પાણીના ટાંકામાં છુપાવ્યો હતો. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.