ખાદ્ય તેલ કંપનીઓની ચાલાકી બંધ: 850/900 ગ્રામ પેકિંગ પર સરકારી પ્રતિબંધ
ખાદ્ય તેલ કંપનીઓની ચાલાકી બંધ: 850/900 ગ્રામ પેકિંગ પર સરકારી પ્રતિબંધ
Published on: 06th June, 2026

સામાન્ય માણસ માટે રાહતના સમાચાર છે. હવે કંપનીઓ 1 કિલોના નામે 850 કે 900 ગ્રામ તેલ પકડાવી શકશે નહીં. આ છેતરપિંડી અટકાવવા કેન્દ્ર સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. ખાદ્ય તેલના પેકિંગ માટે મનસ્વી વજન પર પ્રતિબંધ મૂકી માત્ર 9 ચોક્કસ સાઇઝ જ નક્કી કરાઈ છે. હવે કોઈ પણ કંપની પોતાની મરજીથી ગમે તેવા વજનના પેકેટ બજારમાં વેચી શકશે નહીં. ગ્રાહક બાબતોના મંત્રાલયે લીગલ મેટ્રોલોજી ફ્રેમવર્ક હેઠળ આ નવો નિયમ બહાર પાડ્યો છે.