ઈજાગ્રસ્ત કોહલીની જગ્યાએ યશસ્વી જયસ્વાલની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી.
ઈજાગ્રસ્ત કોહલીની જગ્યાએ યશસ્વી જયસ્વાલની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી.
Published on: 06th June, 2026

IPL 2026 ફાઇનલમાં ઈજાગ્રસ્ત થયેલા વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની 3 મેચોની વનડે સિરીઝમાંથી બહાર થયા છે. તેમની જગ્યાએ યુવા બેટર યશસ્વી જયસ્વાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. યશસ્વી જયસ્વાલએ સાઉથ આફ્રિકા સામે છેલ્લી વનડેમાં સદી ફટકારી હતી. બીજી તરફ, કેપ્ટન રોહિત શર્મા અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ફિટનેસ અંગે તેમના રિપોર્ટ આવ્યા બાદ જ નિર્ણય લેવાશે. બંને ખેલાડીઓ બેંગલુરુના NCA માં ફિટનેસ ટેસ્ટ આપશે.