ઓસ્કર કરતાં પણ મોંઘુ જીવનદાન: કે.એલ. રાહુલને મળ્યા બે-બે 'જીવતદાન'
ઓસ્કર કરતાં પણ મોંઘુ જીવનદાન: કે.એલ. રાહુલને મળ્યા બે-બે 'જીવતદાન'
Published on: 06th June, 2026

અફઘાનિસ્તાન સામેની મુલ્લાંપુર ટેસ્ટમાં ભારતીય બેટ્સમેન કે.એલ. રાહુલને બે વખત એવું જીવનદાન મળ્યું, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. પ્રથમ ઇનિંગ્સમાં સ્પષ્ટપણે આઉટ હોવા છતાં, અફઘાનિસ્તાને DRS લેવાનો ઇનકાર કરતાં રાહુલ ક્રિઝ પર ટકી રહ્યા. રિપ્લેમાં Ultra-Edge માં બોલ બેટને અડતો સ્પષ્ટ દેખાયો હતો. બાદમાં, એક બોલ તેમના પેડ પર વાગ્યો, પરંતુ અફઘાનિસ્તાને અપીલ ન કરતાં તેમને બીજું જીવનદાન મળ્યું. આ બંને તકોનો લાભ ઉઠાવીને, રાહુલ શ્રેષ્ઠ બેટિંગ કરી 9000 ફર્સ્ટ ક્લાસ રન પૂરા કર્યા.