કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે ગ્રાહકોને દિવસમાં માત્ર ૨૦૦ લીટર ડીઝલ મળશે.
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે ગ્રાહકોને દિવસમાં માત્ર ૨૦૦ લીટર ડીઝલ મળશે.
Published on: 12th June, 2026

મધ્ય પૂર્વમાં ઈરાન સંઘર્ષ અને હોર્મુઝ સંકટના કારણે ઉભા થયેલા ભયના માહોલ વચ્ચે કેન્દ્ર સરકારે દેશમાં ઈંધણની સંગ્રહખોરી રોકવા એક મોટો નિર્ણય લીધો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ડીઝલની કોઈ અછત નથી, પરંતુ લોકોમાં ફેલાયેલા ડરનો સંગ્રહખોરો ફાયદો ન ઉઠાવે તે માટે આ કડક પગલું ભરવામાં આવ્યું છે. આ અંતર્ગત સામાન્ય પેટ્રોલ પંપો પર હાઈ સ્પીડ ડીઝલ (HSD) ના વેચાણ પર મર્યાદા (Sale Cap) નક્કી કરી દીધી છે.