પાઈપલાઈન સુવિધા હોય ત્યાં PNG કનેક્શન ફરજિયાત!
પાઈપલાઈન સુવિધા હોય ત્યાં PNG કનેક્શન ફરજિયાત!
Published on: 24th August, 2026

પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલ સંકટને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે PNG કનેક્શનના પ્રસાર પર ભાર મૂક્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયે જ્યાં PNG પાઈપલાઈન સુવિધા છે ત્યાં LPG બાટલા આપવાનું બંધ કરવાનો આદેશ આપ્યો છે. PNG સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં લોકોએ ફરજિયાત PNG કનેક્શન લેવું પડશે, નહીંતર LPG કનેક્શન રદ કરાશે. આ નિર્દેશો હેઠળ, કોઈપણ ઘરમાં PNG અને LPG કનેક્શન એક સાથે રાખી શકાશે નહીં. સરકારે PNG કનેક્શનની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે વિશેષ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું છે.