જૂનમાં મોંઘવારીનો માર: ગેસ, પેટ્રોલ-ડીઝલ મોંઘા, 4 મોટા ફેરફારો લોકોનું બજેટ ખોરવશે.
જૂનમાં મોંઘવારીનો માર: ગેસ, પેટ્રોલ-ડીઝલ મોંઘા, 4 મોટા ફેરફારો લોકોનું બજેટ ખોરવશે.
Published on: 01st June, 2026

જૂન મહિનાની શરૂઆત સાથે જ ગેસના બાટલાના ભાવમાં વધારો થયો છે. કોમર્શિયલ સિલિન્ડર ₹53.50 મોંઘો થતાં રેસ્ટોરન્ટ અને કેટરિંગ મોંઘું થઈ શકે છે. 5 કિલોનો LPG સિલિન્ડર ₹11 મોંઘો થઈ ₹821.50 થયો છે. જોકે, ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ સ્થિર છે. પેટ્રોલ, ડીઝલ અને ATF પર એક્સપોર્ટ ડ્યુટી ઘટી છે, પરંતુ ઘરેલું ભાવમાં ફેરફાર નહીં થાય. HDFC બેંકમાં નાના UPI ટ્રાન્ઝેક્શન પર SMS એલર્ટ બંધ થશે. સબસિડીવાળા સોલર પેનલ પર કડક નિયમો લાગુ થશે.