મોરબીમાં સ્ટોક માર્કેટના નામે ₹85.25 લાખની ઠગાઈ: મહેસાણા ગેંગના 3 ઝડપાયા
મોરબીમાં સ્ટોક માર્કેટના નામે ₹85.25 લાખની ઠગાઈ: મહેસાણા ગેંગના 3 ઝડપાયા
Published on: 16th September, 2026

મોરબીમાં સ્ટોક માર્કેટમાં રોકાણના નામે થયેલી ₹85.25 લાખની સાયબર છેતરપિંડીનો મોરબી સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે. મહેસાણા ગેંગના ત્રણ સાયબર ઠગોની ધરપકડ કરી ₹61 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. આ ગેંગે ફરિયાદીના પુત્રને ઊંચા વળતરની લાલચ આપી વિશ્વાસ કેળવી પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. સાયબર હેલ્પલાઇન 1930 પર તાત્કાલિક ફરિયાદ બાદ પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓને ઝડપી પાડ્યા છે. હાલ વધુ તપાસ ચાલુ છે.