સેન્સેક્સ 300 પોઈન્ટ વધી 75,100 પર, નિફ્ટીમાં 100 પોઈન્ટનો ઉછાળો.
સેન્સેક્સ 300 પોઈન્ટ વધી 75,100 પર, નિફ્ટીમાં 100 પોઈન્ટનો ઉછાળો.
Published on: 01st June, 2026

આજે, સોમવાર, 1 જૂને, BSE Sensex 300 પોઈન્ટ (0.45%) વધીને 75,100 પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે NSE Nifty 100 પોઈન્ટ (0.45%) વધીને 23,650 પર પહોંચ્યો છે. આજના કારોબારમાં IT શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી રહી છે. અગાઉ શુક્રવારે, અમેરિકી બજારો તેજી સાથે બંધ થયા હતા અને સાઉથ કોરિયાનું બજાર 4% થી વધુ વધ્યું હતું. છેલ્લા 30 દિવસમાં, વિદેશી રોકાણકારોએ 56 હજાર કરોડના શેર વેચ્યા છે. શુક્રવારે Sensex 1092 પોઈન્ટ ઘટી 74,775 પર અને Nifty 359 પોઈન્ટ ઘટી 23,547 પર બંધ થયા હતા.