IRCTC પર એક દિવસમાં 20.06 લાખ ટિકિટ બુકિંગનો નવો રેકોર્ડ
IRCTC પર એક દિવસમાં 20.06 લાખ ટિકિટ બુકિંગનો નવો રેકોર્ડ
Published on: 13th September, 2026

ભારતીય રેલવેની ઓનલાઈન ટિકિટ બુકિંગ સેવા IRCTC એ 7 સપ્ટેમ્બર 2026 ના રોજ એક દિવસમાં 20,06,353 ટિકિટ બુક કરીને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. તહેવારોની સિઝન માટે એડવાન્સ રિઝર્વેશન પિરિયડ (ARP) શરૂ થતાં આ વધારો જોવા મળ્યો. NGeT સિસ્ટમની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે અને સર્વરને અપગ્રેડ કરાયા છે, જેના કારણે સિસ્ટમ નિષ્ફળતા વિના કામ કરી શકી. નવા યુઝર ઇન્ટરફેસથી બુકિંગ સરળ બન્યું છે, અને બોટ ટ્રાફિક તથા ગેરરીતિ રોકવા માટે પગલાં લેવાયા છે.