ખાંડનો ભાવ પ્રતિ કિલો 70 રુપિયા, ઉત્પાદન ઘટયું હોવાનું કેન્દ્રની કબૂલાત
ખાંડનો ભાવ પ્રતિ કિલો 70 રુપિયા, ઉત્પાદન ઘટયું હોવાનું કેન્દ્રની કબૂલાત
Published on: 22nd August, 2026

દેશમાં ખાંડનો ભાવ પ્રતિ કિલો ૭૦ રૂપિયા થવા પાછળ ચાલુ વર્ષે ઉત્પાદનમાં થયેલો ઘટાડો જવાબદાર છે, તેમ કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે. ઉત્પાદન અંદાજ કરતાં ઘટ્યું હોવા છતાં, સ્થાનિક માંગ સામાન્ય હોવાનું જણાવાયું છે. ઇથેનોલ ઉત્પાદન સાથે ભાવ વધારાનો કોઈ સંબંધ નકારતા, સરકારે સ્પષ્ટ કર્યું કે ઇથેનોલ પાછળ કુલ ઉત્પાદનનો માત્ર નાનો હિસ્સો જાય છે. વૈશ્વિક સ્તરે પણ ભાવ વધ્યા છે. સરકાર જમાખોરી રોકવા પગલાં લઈ રહી છે અને ૧૦ લાખ ટન ખાંડ આયાત કરવાની મંજૂરી પણ આપી છે.