સાસણગીર પ્રવાસન ઉદ્યોગને UPI ટેક્સ-ચાર્જમાંથી મુક્તિ
સાસણગીર પ્રવાસન ઉદ્યોગને UPI ટેક્સ-ચાર્જમાંથી મુક્તિ
Published on: 01st October, 2026

સાસણગીર હોમસ્ટે એસોસિએશને વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને રજૂઆત કરી છે કે વિશ્વપ્રસિદ્ધ ગીર અભયારણ્યના પ્રવાસન ઉદ્યોગને UPI વ્યવહારો પરના ટેક્સ અને ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવે. આ માંગ પ્રવાસનને વેગ આપવા અને રોજગારી વધારવાના હેતુથી કરાઈ છે. એસોસિએશન દ્વારા સાસણગીર અને સતાધાર વચ્ચે દોડતી ટ્રેનને 'રેલ જંગલ સફારી' તરીકે બ્રાન્ડિંગ કરવાની અને મુખ્ય સ્થળોએ આકર્ષક વિઝ્યુઅલ હોર્ડિંગ્સ લગાવવાની પણ માંગ કરાઈ છે. આ બાબતે વહીવટી તંત્ર દ્વારા સકારાત્મક વિચારણા અને કાર્યવાહીની અપેક્ષા છે.