વડોદરા શહેરમાં ગણેશ પંડાલો યથાવત
વડોદરા શહેરમાં ગણેશ પંડાલો યથાવત
Published on: 01st October, 2026

વડોદરા શહેરમાં ગણેશોત્સવ પૂર્ણ થયાને 6 દિવસ વીતી ગયા હોવા છતાં, કેટલાક મુખ્ય માર્ગો પર ગણેશ પંડાલો અને તંબુઓ હજુ પણ યથાવત છે. રસ્તા પર પડેલા સામાન અને ટ્રોલીઓ વાહનચાલકો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા છે. ગધેડા માર્કેટ ચાર રસ્તા જેવા વિસ્તારોમાં પંડાલ દૂર ન થતાં રસ્તાની જગ્યા રોકાઈ રહી છે. જાહેર માર્ગો પર પંડાલ અને સામગ્રી દૂર ન થવાથી વાહનોને સાંકડી જગ્યામાંથી પસાર થવું પડે છે, જેનાથી અકસ્માતનો ભય રહે છે. તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી માર્ગો ખુલ્લા કરાવવા લોકમાગ ઉઠી છે.