ટ્રમ્પની જાહેરાતથી શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ધોવાણ
ટ્રમ્પની જાહેરાતથી શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ધોવાણ
Published on: 08th July, 2026

અમેરિકા અને ઈરાનના તણાવ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની એક જાહેરાતથી શેરબજારમાં ભૂકંપ આવ્યો. ટ્રમ્પે ઈરાન સાથે કોઈ ડીલ ન કરવાની જાહેરાત કરતાં રોકાણકારોમાં ગભરાટ ફેલાયો. વહેલી સવારથી શરૂ થયેલો કડાકો મોટા ધોવાણમાં ફેરવાયો. સેન્સેક્સ 1800 પોઈન્ટથી વધુ જ્યારે નિફ્ટી 500 થી વધુ પોઈન્ટ ગગડ્યો, જેના કારણે રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું. શેરબજારમાં આવેલા આ અચાનક ઘટાડાએ રોકાણકારોને મોટો ફટકો માર્યો.