એર ઇન્ડિયાને બિઝનેસ ક્લાસની ખરાબ સીટના કારણે ચૂકવવા પડશે 20 લાખ!
એર ઇન્ડિયાને બિઝનેસ ક્લાસની ખરાબ સીટના કારણે ચૂકવવા પડશે 20 લાખ!
Published on: 08th July, 2026

એર ઇન્ડિયાને એક ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં મુસાફરને ખરાબ બિઝનેસ ક્લાસ સીટ આપવી ભારે પડી છે. રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચ (NCDRC) એ એરલાઇનને આદેશ આપ્યો છે કે, 73 વર્ષીય સિનિયર સિટીઝન મુસાફરને બિઝનેસ ક્લાસ ટિકિટના પૂરા પૈસા પાછા આપે અને 20 લાખ રૂપિયાનું વળતર તેમજ કાનૂની ખર્ચ ચૂકવે. પંચે જણાવ્યું કે 15 કલાકની લાંબી આંતરરાષ્ટ્રીય ઉડાનમાં આવી ખરાબ સીટ આપવી એ, Deficiency in Service છે. મુસાફરને 15 કલાકની મુસાફરીમાં તકલીફ પડી હતી.