સુરેન્દ્રનગરમાં ૧૯૮ નવનિયુક્ત કોન્સ્ટેબલને CPR અને સર્ચ એન્ડ રેસ્ક્યૂની તાલીમ અપાઈ
સુરેન્દ્રનગરમાં ૧૯૮ નવનિયુક્ત કોન્સ્ટેબલને CPR અને સર્ચ એન્ડ રેસ્ક્યૂની તાલીમ અપાઈ
Published on: 31st May, 2026

સુરેન્દ્રનગર ડિઝાસ્ટર શાખા દ્વારા ૧૯૮ નવનિયુક્ત પોલીસ કોન્સ્ટેબલ માટે ફર્સ્ટ એઇડ અને સર્ચ એન્ડ રેસ્ક્યૂ પર એક દિવસીય ક્ષમતાવર્ધન તાલીમ શિબિર યોજાઈ. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય કુદરતી કે માનવસર્જિત આપત્તિ સમયે જવાનો નાગરિકોની જિંદગી બચાવી શકે તે છે. ટ્રેનર ઠાકરભાઈએ CPR, રક્તસ્રાવ રોકવાના ઉપાયો, ફ્રેક્ચર વખતે સાવચેતી અને બચાવની આધુનિક પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપ્યું. જવાનોએ પ્રેક્ટિકલ સેશન્સમાં ઉત્સાહભેર ભાગ લીધો.