2025-26 માટે EPFની જમા રકમ પર 8.25 ટકા વ્યાજ ચૂકવાશે
2025-26 માટે EPFની જમા રકમ પર 8.25 ટકા વ્યાજ ચૂકવાશે
Published on: 19th June, 2026

કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે કર્મચારીઓનાં પ્રોવિડન્ટ ફંડ (EPF)ની જમા રકમ પર ૮.૨૫ ટકા વ્યાજ ચૂકવવાને મંજૂરી આપી છે. આ નિર્ણયને પગલે સાત કરોડથી વધુ સભ્યોનાં ખાતામાં આ મહિનાનાં અંત સુધીમાં વ્યાજની રકમ જમા થઇ જવાની સંભાવના છે. EPFO નાણા મંત્રાલય દ્વારા સરકાર દ્વારા મંજૂરી મળ્યા પછી ઇપીએફ પર વ્યાજ દર નક્કી કરે છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર નાણા મંત્રાલયે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) દ્વારા નક્કી કરવામાં આવેલા ૮.૨૫ ટકા વ્યાજ પર પોતાની સંમતિ આપી દીધી છે.