બોડેલીની શિરોલાવાલા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર સફળતાપૂર્વક યોજાયો.
બોડેલીની શિરોલાવાલા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર સફળતાપૂર્વક યોજાયો.
Published on: 03rd June, 2026

બોડેલી સ્થિત શેઠ એચ. એચ. શિરોલાવાલા હાઈસ્કૂલમાં ધો.10 પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પારુલ યુનિવર્સિટી, વાઘોડિયા દ્વારા કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ, વિવિધ અભ્યાસક્રમો અને ભવિષ્યની કારકિર્દી પસંદગી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવાનો હતો. નિષ્ણાંતોએ શૈક્ષણિક પ્રવાહો, વ્યાવસાયિક કોર્સ અને રોજગારલક્ષી તકો વિશે જાણકારી આપી. તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરી શૈક્ષણિક કિટ વિતરણ કરાયું.