છોટાઉદેપુરના ક્વાંટમાં સંકલ્પ એજ્યુકેશન પ્રેરણા ગ્રુપ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન
છોટાઉદેપુરના ક્વાંટમાં સંકલ્પ એજ્યુકેશન પ્રેરણા ગ્રુપ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન
Published on: 03rd June, 2026

ક્વાંટ ખાતે સંકલ્પ એજ્યુકેશન પ્રેરણા ગ્રુપ દ્વારા ડોન બોસ્કો હાઇસ્કૂલમાં તેજસ્વી તારલાઓને સન્માનિત કરવા માટે તૃતિય વાર્ષિક સમારોહ યોજાયો. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા. આ પ્રસંગે દાતાઓ અને સામાજિક આગેવાનોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી શુભેચ્છા પાઠવી. ખાસ કરીને, જયપાલસિંહ મુંડા લાઇબ્રેરી ક્વાંટમાંથી વાંચન કરીને સરકારી નોકરી મેળવનાર ઉમેદવારોનું પણ અભિવાદન કરાયું, તેમને સાલ ઓઢાડી સન્માનિત કરાયા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.