માતાના અવસાન બાદ બહેને સંભાળી જવાબદારી, ત્રણેય સંતાનો બન્યા મહેસુલ તલાટી
માતાના અવસાન બાદ બહેને સંભાળી જવાબદારી, ત્રણેય સંતાનો બન્યા મહેસુલ તલાટી
Published on: 01st June, 2026

જૂનાગઢના પોલીસ અધિકારીના ત્રણ સંતાનોએ માતાના અવસાનના દુઃખ વચ્ચે પણ મહેસુલ તલાટીની પરીક્ષા પાસ કરી છે. પિતા PSI વાય. એન. સોલંકીના સંતાનો ગૌતમ, ચિરાગ અને જાગૃતિએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવી છે. બહેન જાગૃતિએ માતાના અવસાન બાદ ઘરની જવાબદારી સંભાળવાની સાથે બંને ભાઈઓને પ્રોત્સાહન આપી પરીક્ષા આપી હતી. ત્રણેયને સુરેન્દ્રનગર જિલ્લામાં મહેસુલ તલાટી તરીકે નિમણૂક મળી છે, જે પરિવાર માટે ગૌરવની વાત છે.