મુંબઈ હાઈવે પર ડ્રાઈવરની ગંભીર ભૂલ: રોંગ સાઈડ લેતાં 4 મોત, 4 ઈજાગ્રસ્ત
મુંબઈ હાઈવે પર ડ્રાઈવરની ગંભીર ભૂલ: રોંગ સાઈડ લેતાં 4 મોત, 4 ઈજાગ્રસ્ત
Published on: 08th June, 2026

વડોદરા લક્ષ્મીપુરા ગામ પાસેથી પસાર થતા હાઈવે પર ડ્રાઈવરની એક ભૂલને કારણે 4 લોકોએ જીવ ગુમાવ્યો હતો. અંપાડ ગામના 8 સભ્યો માતાજીના મંદિરે માનતા માટે નીકળ્યા હતા. તેઓએ ભાડે કરેલી ઈકો કારમાં અમદાવાદ તરફ જવાનું હતું, પરંતુ ડ્રાઈવર ભૂલથી મુંબઈ હાઈવે પર ચઢી ગયો. પરત ફરવા યુ-ટર્ન લેતાં પાછળથી આવતા ટ્રકે ટક્કર મારી. આ ભયાનક અકસ્માતમાં 4નાં મોત અને 4 ગંભીર ઈજાગ્રસ્ત થયા. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી.