અમદાવાદમાં સાયબર ફ્રોડની 5 ઘટનાઓ: APK, ટેલિગ્રામ ટાસ્ક અને ફેક લિંકથી લાખોની ઠગાઈ
અમદાવાદમાં સાયબર ફ્રોડની 5 ઘટનાઓ: APK, ટેલિગ્રામ ટાસ્ક અને ફેક લિંકથી લાખોની ઠગાઈ
Published on: 23rd September, 2026

અમદાવાદ શહેરમાં સાયબર ફ્રોડની 5 અલગ અલગ ઘટનાઓ સામે આવી છે, જેમાં હેકરે લાખો રૂપિયા પડાવ્યા છે. કંકોત્રીના નામે APK ફાઈલ, ટેલિગ્રામ પર ટાસ્ક અને ટ્રેડિંગમાં નફાની લાલચ, ફેસબુક પર પેન્શન કાર્ડની જાહેરાત, ગેસ કનેક્શન કપાઈ જવાની ધમકી આપી ફેક લિંક અને Paytmના કર્મચારી તરીકે ઓળખ આપી છેતરપિંડી કરવામાં આવી છે. આ તમામ ઘટનાઓમાં ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવી છે.