જાહેર ગલીમાં તીનપત્તી રમતી 8 મહિલાઓ પોલીસના હાથે ઝડપાઈ
જાહેર ગલીમાં તીનપત્તી રમતી 8 મહિલાઓ પોલીસના હાથે ઝડપાઈ
Published on: 21st September, 2026

જામનગરના માધવબાગ વિસ્તારમાં સીટી-સી ડિવિઝન પોલીસની સર્વેલન્સ સ્કવોડે મહાદેવ મંદિર પાસે જાહેર ગલીમાં તીનપત્તીનો જુગાર રમતી આઠ મહિલાઓને ઝડપી લીધી. પોલીસે મહિલાઓ પાસેથી કુલ રૂ.31,250ની રોકડ અને ગંજીપત્તા કબજે કર્યા. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલી તમામ મહિલાઓ જુદા જુદા વિસ્તારોની રહેવાસી છે. પોલીસે તેમની સામે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.