નરોડામાં અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતું બોગસ કોલ સેન્ટર ઝડપાયું
નરોડામાં અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતું બોગસ કોલ સેન્ટર ઝડપાયું
Published on: 23rd September, 2026

અમદાવાદના નરોડામાં પોલીસે એક બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. આ કોલ સેન્ટર અમેરિકન નાગરિકોને લોન સેટલમેન્ટના નામે છેતરપિંડી કરતું હતું. પોલીસે બે મહિલા સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી લેપટોપ, મોબાઈલ અને રાઉટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોપીઓ અમેરિકન બેંકોના ડેટા મેળવીને, ખોટી ઓળખ આપી નાગરિકો સાથે સંપર્ક કરતા અને ક્રેડિટ કાર્ડની વિગતો મેળવીને નાણાં કઢાવતા હતા. આ નાણાં Bitcoin દ્વારા ભારતીય ખાતામાં આવતા હતા.