જામનગરમાં ગુલાબનગર નજીક મહિલાના ગળામાંથી રૂ.95 હજારનો સોનાનો ચેઇન ઝૂંટવાયો
જામનગરમાં ગુલાબનગર નજીક મહિલાના ગળામાંથી રૂ.95 હજારનો સોનાનો ચેઇન ઝૂંટવાયો
Published on: 21st August, 2026

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રાત્રે ચાલવા નીકળેલી મહિલાના ગળામાંથી રૂ.95,000 કિંમતનો 21 ગ્રામ સોનાનો ચેઇન એક અજાણ્યા શખ્સે ઝૂંટવી લીધો. આ બનાવ સિટી બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયો છે. જયશ્રીબેન પરમાર (ઉં.વ. 56) તા. 2 ઓગસ્ટની રાત્રે સોસાયટીની શેરીમાં ફરી રહ્યા હતા ત્યારે કેપ પહેરેલા એક શખ્સે પાછળથી આવી ચેઇન ખેંચી લીધો. આરોપી અન્ય એક શખ્સ સાથે મોટરસાઇકલ પર ફરાર થઈ ગયો. પોલીસે અજાણ્યા બે શખ્સો વિરુદ્ધ IPC કલમ 304(2), 54 મુજબ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.