સિગારેટ આયાત-નિકાસના ધંધાના નામે રૂ. 5 કરોડની છેતરપિંડી
સિગારેટ આયાત-નિકાસના ધંધાના નામે રૂ. 5 કરોડની છેતરપિંડી
Published on: 08th October, 2026

જામનગર નજીકના સિક્કા ગામમાં સિગારેટની આયાત-નિકાસના ધંધામાં રોકાણ કરાવી, એકના ડબલ રકમ આપવાની લાલચ આપી અંદાજે રૂ. 5 કરોડની છેતરપિંડી આચરનાર અસગરઅલી ગફારભાઈ પીરજાદા (ઉં.વ. 43) ફરાર થઈ ગયો છે. સિક્કા પોલીસે તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપીએ શિપિંગ કંપનીમાં નોકરી કરતો હોવાનું અને બહારના સંપર્કોથી ધંધો કરતો હોવાનું જણાવી લોકોને વિશ્વાસમાં લીધા હતા. એક ફરિયાદી પાસેથી રૂ. 12 લાખ સહિત કુલ રૂ. 5 કરોડ ઉઘરાવી લીધા બાદ તે ગાયબ થઈ ગયો હતો. પોલીસે અન્ય ભોગ બનનારાઓને પુરાવા સાથે સંપર્ક કરવા અપીલ કરી છે.