જામનગર LCB દ્વારા પોલીસ જાપ્તામાંથી ભાગેલા આરોપીને ઝડપી પાડ્યો
જામનગર LCB દ્વારા પોલીસ જાપ્તામાંથી ભાગેલા આરોપીને ઝડપી પાડ્યો
Published on: 19th August, 2026

જામનગર LCB ટીમે પોલીસ જાપ્તામાંથી નાસી ગયેલા આરોપી મિતેષ ઉર્ફે મીત ઉર્ફે મીતલો સુનીલભાઈ બારીયા પટેલ (ઉંમર 19 વર્ષ)ને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે. આ આરોપી ભારતીય ન્યાય સંહિતા-2023ની વિવિધ કલમો હેઠળ ગુનાઓમાં વોન્ટેડ હતો. તેને હોમગાર્ડ સભ્ય દ્વારા પોલીસ સ્ટેશન લઈ જતી વખતે મોટરસાયકલ પરથી ઉતરી નાસી છૂટ્યો હતો. LCB અને સીટી-સી ડિવિઝન પોલીસે સંયુક્ત રીતે કાર્યવાહી કરી આરોપીને પકડી પાડ્યો છે અને આગળની તપાસ માટે સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.