શહેરોમાં ફરતી કચરા ગાડીઓ: મોટાભાગના ડ્રાઇવરો મધ્યપ્રદેશના, લાયસન્સ શંકાસ્પદ
શહેરોમાં ફરતી કચરા ગાડીઓ: મોટાભાગના ડ્રાઇવરો મધ્યપ્રદેશના, લાયસન્સ શંકાસ્પદ
Published on: 22nd July, 2026

અમદાવાદમાં કચરાની ગાડીઓના ડ્રાઈવરોની યોગ્યતા અને લાયસન્સની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. મોટાભાગના ડ્રાઈવરો મધ્યપ્રદેશના છે અને તેમની પાસે અસલ લાયસન્સ નથી. અનેક ડ્રાઈવરો મોબાઈલ ફોટો કે કલર કોપી બતાવી રહ્યા છે, જે મધ્યપ્રદેશના ટ્રાન્સપોર્ટ વિભાગની વેબસાઈટ પર વેરિફાય નથી થતા. એક જ તારીખે જન્મેલા ડ્રાઈવરોના શંકાસ્પદ લાયસન્સ, અને કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદેસર રીતે ડ્રાઈવરોના લાયસન્સ જમા રાખવા જેવી ગંભીર ગેરરીતિઓ સામે આવી છે. આ ઉપરાંત, મનપાના અધિકારીઓ લીલો અને સૂકો કચરો ભેગો કરવાના નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ રહ્યા છે.