દિલ્હી હિંસા: 10 FIR બાદ પોલીસ એક્શનમાં, ઉપદ્રવીઓને પકડવા હાઇટેક ટેકનોલોજીનો ઉપયોગ
CJP અને વિદ્યાર્થી સંગઠનોના પ્રદર્શન બાદ દિલ્હી પોલીસ કડક એક્શનમાં આવી ગઈ છે. કાયદો અને વ્યવસ્થા બગાડનારા તથા હિંસાના માસ્ટરમાઇન્ડ્સને પકડવા માટે વિશેષ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. 5 પોલીસ સ્ટેશનોમાં 10 FIR નોંધાઈ છે. તપાસ માટે FRS અને AI જેવી હાઇટેક ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. CCTV, બોડી કેમેરા, ડ્રોન ફૂટેજ અને સોશિયલ મીડિયાના વિડીયો દ્વારા શંકાસ્પદોની ઓળખ થઈ રહી છે. હિંસા પાછળ કોઈ ષડયંત્ર છે કે કેમ તે પણ તપાસવામાં આવી રહ્યું છે.
દિલ્હી હિંસા: 10 FIR બાદ પોલીસ એક્શનમાં, ઉપદ્રવીઓને પકડવા હાઇટેક ટેકનોલોજીનો ઉપયોગ
નેધરલેન્ડ અને નોર્વે વિઝાના નામે બે યુવકો સાથે ૨.૪૫ લાખની છેતરપિંડી
વડોદરાના નટુભાઇ સર્કલ વિસ્તારમાં આવેલ રિધાન ઇમિગ્રેશનની કાજલ જોષી નામની વિઝા કન્સલટન્ટે બે યુવકોને વિદેશમાં નોકરી અપાવવાના નામે કુલ રૂ. ૨.૪૫ લાખની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. આણંદના ટૂર ઓપરેટર સ્નેહલ વ્યાસે નેધરલેન્ડ જવા માટે ૪ લાખ નક્કી કર્યા હતા, જેમાં ૫૦ હજારની પ્રથમ ચુકવણી બાદ નોર્વે વિઝાના નામે વધુ ૭૫ હજાર પડાવ્યા હતા. જોકે, વિઝા મળ્યા ન હતા. સાવલીના કિશોરભાઈ મકવાણા પાસેથી પણ ૧.૨૦ લાખ પડાવ્યા હતા. ગોરવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નેધરલેન્ડ અને નોર્વે વિઝાના નામે બે યુવકો સાથે ૨.૪૫ લાખની છેતરપિંડી
દિલ્હીમાં NEET પરીક્ષા વિરોધ પ્રદર્શન હિંસક બન્યું, લાઠીચાર્જ અને ટીયર ગેસ
દિલ્હીના ટૉલ્સ્ટૉય માર્ગ પર NEET પરીક્ષાના વિરોધ દરમિયાન અચાનક હિંસા ફાટી નીકળી. પ્રદર્શનકારીઓએ સુરક્ષાકર્મીઓ પર પથ્થરમારો કર્યો, જેમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા. RAF અને દિલ્હી પોલીસ ટીમો પર પથ્થરો, બોટલો અને લાકડીઓ વડે હુમલો થયો. ભીડને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના ગોળા છોડ્યા. જંતર-મંતર પર NEET પેપર લીક વિરોધ ચાલુ રહ્યો, પરંતુ ટૉલ્સ્ટૉય માર્ગ પર પથ્થરમારાનું કારણ સ્પષ્ટ નથી. હાલ સમગ્ર વિસ્તારમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
દિલ્હીમાં NEET પરીક્ષા વિરોધ પ્રદર્શન હિંસક બન્યું, લાઠીચાર્જ અને ટીયર ગેસ
NEET પેપર લીક અને વિદ્યાર્થી દમન પર બાવળામાં કોંગ્રેસનો વિરોધ
દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થી આંદોલન અને પ્રદર્શનકારીઓ પર થયેલા લાઠીચાર્જ અને કાર્યવાહીના પડઘા ગુજરાતભરમાં જોવા મળ્યા છે. અમદાવાદ સહિત વાવ-થરાદમાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે, જ્યારે બાવળામાં NEET પેપરલીક અને વિદ્યાર્થીઓ પર થયેલા દમન સામે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ સાથે જનઆક્રોશ જોવા મળ્યો. થરાદમાં કોંગ્રેસે ચક્કાજામ કરીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના પગલે કેટલાક આગેવાનોની અટકાયત કરાઈ. બાવળા ખાતે પણ ગ્રામજનો, યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થઈ પેપરલીક અને વિદ્યાર્થીઓ પરના દમન સામે રોષ વ્યક્ત કર્યો.
NEET પેપર લીક અને વિદ્યાર્થી દમન પર બાવળામાં કોંગ્રેસનો વિરોધ
૩૦૧ નવનિયુક્ત સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર્સ રાજ્ય સેવામાં જોડાયા
ગુજરાત સરકાર દ્વારા નાણા વિભાગને મજબૂત બનાવવાના પ્રયાસરૂપે, ગાંધીનગરમાં એક સમારોહ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે GPSC પરીક્ષા પાસ કરનાર ૩૦૧ તેજસ્વી યુવાનોને સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર (STI) તરીકેના નિમણૂક પત્રો આપવામાં આવ્યા. આ યુવા અધિકારીઓ રાજ્યના આર્થિક વિકાસ અને મહેસૂલી પ્રગતિમાં ફાળો આપશે. ટેક્સ વિભાગને નવી ઊર્જા મળશે. ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ સાથે કામ કરીને મહેસૂલી આવક વધારવામાં અને ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’માં યોગદાન આપશે.
૩૦૧ નવનિયુક્ત સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર્સ રાજ્ય સેવામાં જોડાયા
GJ-40 હવે વાવ-થરાદની નવી ઓળખ!
બનાસકાંઠામાંથી અલગ બનેલા નવા વાવ-થરાદ જિલ્લામાં આજે 22 જુલાઈથી ‘સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, થરાદ (GJ-40)’નું સત્તાવાર રીતે કાર્ય શરૂ થયું છે. આ નવી કચેરી શરૂ થતાં દિયોદર, લાખણી, થરાદ, રાહ, વાવ, ધરણીધર, સુઇગામ અને ભાભર તાલુકાના વાહનચાલકોને હવે વાહન નોંધણી, ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના આરટીઓ સંબંધિત કામો માટે અન્ય શહેરોમાં જવાની જરૂર રહેશે નહીં. તમામ સેવાઓ હવે સ્થાનિક સ્તરે સરળતાથી ઉપલબ્ધ બનશે.
GJ-40 હવે વાવ-થરાદની નવી ઓળખ!
ગુજરાતના અનેક જિલ્લામાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ.
દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ છે. હવામાન વિભાગે આગામી 27 જુલાઈ સુધી ધોધમાર વરસાદની આગાહી કરી છે. જેમાં 25-26 જુલાઈના રોજ મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અન્ય 15થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 5 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાતના અનેક જિલ્લામાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ.
વલસાડના ધરમપુરમાં માન નદીના પુલ પર કાર તણાઈ
વલસાડના ધરમપુર તાલુકામાં માન નદીના પુલ પરથી એક કાર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગઈ હતી. સુરતના નિકુંજ મિસ્ત્રી પોતાના પરિવાર સાથે ફરવા આવ્યા બાદ સુરત પરત ફરી રહ્યા હતા. પુલ પર પાણી હોવા છતાં કાર આગળ વધારતાં તે વહેણમાં આવી ગઈ. જોકે, ચાલકે સમયસૂચકતા વાપરી કારમાંથી બહાર નીકળી તરીને પોતાનો જીવ બચાવ્યો. ગ્રામજનોએ ભારે જહેમત બાદ કારને પણ નદીમાંથી બહાર કાઢી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાથી સૌએ રાહતનો શ્વાસ લીધો.
વલસાડના ધરમપુરમાં માન નદીના પુલ પર કાર તણાઈ
થર્મલ ચિત્રો પ્રમાણે અમદાવાદમાં દીપડાની હાજરીની કોઈ પુષ્ટિ નહીં
અમદાવાદના ઘુમા, શીલા અને બોપલ વિસ્તારમાં દીપડાની હિલચાલના અહેવાલો બાદ વન વિભાગે સર્વેલન્સ વધાર્યું છે. 30થી વધુ ટીમો પુરાવા એકત્ર કરી રહી છે, જેમાં પગલાંના નિશાન, મળ, અને કેમેરા ટ્રેપ ફૂટેજનો સમાવેશ થાય છે. 24 કલાક મોનિટરિંગ ચાલી રહ્યું છે, પરંતુ અત્યાર સુધીના થર્મલ ચિત્રોમાં દીપડાની હાજરીની કોઈ પુષ્ટિ થઈ નથી; નીલગાયની હાજરી જોવા મળી છે. વિભાગે રહીશોને અફવાઓ ન ફેલાવવા અને સાવચેત રહેવા અપીલ કરી છે.
થર્મલ ચિત્રો પ્રમાણે અમદાવાદમાં દીપડાની હાજરીની કોઈ પુષ્ટિ નહીં
સાવરકુંડલામાં 'વિકાસ' ઉભરાયો: ગટરના પાણી સોસાયટીઓમાં ફરી વળ્યા
અમરેલીમાં સારા વરસાદ બાદ સાવરકુંડલામાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા વિકટ બની છે. જેસર રોડ પરની મધુવન, સરદાર પટેલ, ગીતાંજલિ સહિત અનેક સોસાયટીઓમાં ગંદા પાણી ફરી વળતાં સ્થાનિકો સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ અને મચ્છરોના ઉપદ્રવથી ભયભીત છે. પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખના ઘર પાસે પણ આ સ્થિતિ હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષથી રજૂઆતો બાદ પણ કાર્યવાહી ન થતાં ચોમાસામાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે.
સાવરકુંડલામાં 'વિકાસ' ઉભરાયો: ગટરના પાણી સોસાયટીઓમાં ફરી વળ્યા
ગુજરાતના દરેક જિલ્લાની હોસ્પિટલમાં નશા મુક્તિ માટે શરૂ કરાશે De-addiction Centers
ગુજરાત સરકાર રાજ્યમાં નશા મુક્તિની લડતને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરી રહી છે. રાજ્યની તમામ 34 જિલ્લા હોસ્પિટલોમાં 15 બેડની ક્ષમતા ધરાવતા De-addiction Centers શરૂ કરવામાં આવશે. આ માટે નાણાકીય વર્ષ 2026-27 માટે રૂ. 14.90 કરોડના ખર્ચને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ કેન્દ્રોમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ, ડિટોક્સ સારવાર, ડી-એડિક્શન થેરાપી, કાઉન્સેલિંગ, માનસિક આરોગ્ય સેવા, પરિવાર પરામર્શ અને પુનર્વસનની સુવિધાઓ IPD અને OPD ધોરણે ઉપલબ્ધ કરાશે. નિષ્ણાત સ્ટાફની ટીમ પણ તૈનાત રહેશે.
ગુજરાતના દરેક જિલ્લાની હોસ્પિટલમાં નશા મુક્તિ માટે શરૂ કરાશે De-addiction Centers
કાશ્મીરમાં પોલીસ પર આતંકી ગોળીબાર: એક જવાન શહીદ
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓએ પોલીસ પાર્ટી પર અચાનક ગોળીબાર કર્યો. કોકેરનાગ રોડ પર ફરજ પર રહેલા હેડ કોન્સ્ટેબલ આશિક હુસેન કુરેશી પર આતંકીઓએ ફાયરિંગ કર્યું, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા. સારવાર દરમિયાન તેમનું નિધન થતાં તેઓ શહીદ થયા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દેવાઈ છે અને આતંકીઓને પકડવા માટે સઘન સર્ચ ઓપરેશન ચાલુ છે. સુરક્ષા દળોએ જલ્દીથી જ દોષિતોને ઝડપી પાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
કાશ્મીરમાં પોલીસ પર આતંકી ગોળીબાર: એક જવાન શહીદ
જામનગર નજીક ખીજડીયા ગામ પાસે દીપડો દેખાયો
જામનગર નજીકના નવી મોખાણા ગામની સીમમાંથી દીપડો ખીજડીયા તરફ નાસી ગયો હોવાનું અનુમાન છે. પગપાળા જતા યાત્રિકોએ દીપડાને માર્ગ ઓળંગતો જોયો હતો. અગાઉ પણ ગ્રામજનોમાં ભય ફેલાવનાર આ દીપડાને પકડવા વન વિભાગે ટ્રેપ કેમેરા અને પાંજરા ગોઠવ્યા હતા, પરંતુ દીપડો હાથમાં આવ્યો ન હતો. હાલમાં, ખીજડીયા વિસ્તારમાં ફરીથી સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે અને વન વિભાગના અધિકારીઓ દીપડો ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં હોવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.
જામનગર નજીક ખીજડીયા ગામ પાસે દીપડો દેખાયો
જામનગર ડેન્ટલ કોલેજ ચેક કૌભાંડ: કોર્ટનો 'શો કોઝ' નોટિસ ફટકારવાનો ઐતિહાસિક નિર્ણય
જામનગર સરકારી ડેન્ટલ કોલેજના રૂ. 1.36 કરોડના ચેક કૌભાંડમાં સેશન્સ કોર્ટે તપાસની દિશા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોર્ટે આ કેસના ત્રણ ઇન્વેસ્ટિગેટિંગ પોલીસ અધિકારીઓને 'શો કોઝ' નોટિસ ફટકારી છે, કારણ કે ડીન સીધી રીતે જવાબદાર હોવા છતાં તેમને આરોપી બનાવવાને બદલે બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. કોર્ટે જણાવ્યું કે 13 ચેક પર ડીનની પોતાની સહીઓ છે, છતાં એક કર્મચારીને બલિનો બકરો બનાવવાનું કાવતરું રચાયું છે. આ તપાસ એજન્સીની શંકાસ્પદ કામગીરી સામે કોર્ટે લાલ આંખ કરી છે અને 27મી સુધીમાં ખુલાસો માંગ્યો છે.
જામનગર ડેન્ટલ કોલેજ ચેક કૌભાંડ: કોર્ટનો 'શો કોઝ' નોટિસ ફટકારવાનો ઐતિહાસિક નિર્ણય
સુરતમાં આરોપીઓને જાહેરમાં માર મારવા મુદ્દે હાઇકોર્ટ દ્વારા DCP સામે સુઓ મોટો
સુરતમાં આરોપીઓને જાહેરમાં હાથકડી પહેરાવીને માર મારવાના કથિત બનાવને પગલે ગુજરાત હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લીધું છે. એડવોકેટ ઉત્કર્ષ દવેએ ચીફ જસ્ટિસને લખેલા પત્રના આધારે, DCP રાજદીપસિંહ નકુમ સહિત 15-20 પોલીસ અધિકારીઓ સામે સુઓમોટો અરજી દાખલ કરવામાં આવી છે. આ ઘટનાના વીડિયો વાયરલ થયા બાદ, કાયદાની પ્રક્રિયાના સિદ્ધાંતોના ભંગ બદલ અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહીની માંગણી કરાઈ છે. હાઈકોર્ટ આ મામલે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરશે અને ન્યાયવ્યવસ્થામાં વિશ્વાસ જાળવી રાખવા માટે સ્વતંત્ર તપાસ અને માર્ગદર્શિકા ઘડવાની પણ અપેક્ષા છે.
સુરતમાં આરોપીઓને જાહેરમાં માર મારવા મુદ્દે હાઇકોર્ટ દ્વારા DCP સામે સુઓ મોટો
રામ મંદિરમાં દાન ચોરી બાદ મોટી કાર્યવાહી!
અયોધ્યા રામ મંદિરમાં દાનની રકમ ચોરીના કિસ્સા બાદ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે વહીવટી વ્યવસ્થામાં મોટા ફેરફારો શરૂ કર્યા છે. 349 કર્મચારીઓની સ્ક્રીનિંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં દાન ગણતરી સાથે જોડાયેલા જૂના તમામ 36 કર્મચારીઓને હટાવી દેવાયા છે. હવે SBI દ્વારા તૈનાત કરાયેલ નવો સ્ટાફ રોકડ દાનની ગણતરી કરશે. આ ઉપરાંત, ટ્રસ્ટની બેઠકમાં નવા મહાસચિવની પસંદગી અને નવા સભ્યોનો સમાવેશ પણ કરાશે.
રામ મંદિરમાં દાન ચોરી બાદ મોટી કાર્યવાહી!
દિલ્હી પ્રદર્શનના પ્રત્યાઘાત: અમદાવાદમાં ભાજપ દ્વારા રાજીવ ગાંધી ભવન બહાર ધરણાં
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિલ્હી સ્થિત નિવાસસ્થાન બહાર થયેલા કોંગ્રેસના પ્રદર્શનના વિરોધમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ‘રાજીવ ગાંધી ભવન’ ખાતે ઉગ્ર ધરણાં પ્રદર્શન યોજાયું. આ પ્રદર્શનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ પદાધિકારીઓ, વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા. કોઈપણ અપ્રિય ઘટના રોકવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને ડબલ લેયર બેરિકેડિંગ ગોઠવી વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો.
દિલ્હી પ્રદર્શનના પ્રત્યાઘાત: અમદાવાદમાં ભાજપ દ્વારા રાજીવ ગાંધી ભવન બહાર ધરણાં
નર્મદાનું નીર જામનગરના જળાશયોમાં પહોંચાડવાનું શરૂ
સૌની યોજના હેઠળ, રાજ્ય સરકાર દ્વારા જામનગર શહેર માટે નર્મદા નદીનું પાણી આજી-3, ઊંડ-1 અને સસોઈ ડેમમાં પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ યોજના દ્વારા કુલ 550 એમસીએફટી પાણી ફાળવવામાં આવ્યું છે, જેમાં આજી-3 ડેમમાં 200 એમસીએફટી, ઊંડ-1 ડેમમાં 200 એમસીએફટી અને સસોઈ ડેમમાં 150 એમસીએફટી પાણી આવશે. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થવામાં લગભગ એક મહિનો લાગશે. ચોમાસામાં વિલંબ છતાં, આ પગલાથી શહેરની પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવામાં રાહત મળશે અને પાણીની અછતનો ભય ઘટશે.
નર્મદાનું નીર જામનગરના જળાશયોમાં પહોંચાડવાનું શરૂ
સુરતમાં વરસાદે ફરી ખોલી પાલિકાના વિકાસના દાવાની પોલ
સુરતમાં વરસાદ પડતાં જ રસ્તાઓની વાસ્તવિક સ્થિતિ ફરી સામે આવી છે. કરોડો રૂપિયાના રોડ બનાવવાના દાવા વચ્ચે ગોડાદરા માનસરોવર વિસ્તારમાં રોડ અચાનક બેસી જતાં એક ડમ્પર ભુવા માં ફસાઈ ગયું. આ ઘટનાએ પાલિકાની કામગીરી અને રોડની ગુણવત્તા અંગે ફરી સવાલો ઊભા કર્યા છે. વરસાદી મોસમમાં રસ્તા ધસી પડવાની ઘટનાઓ વધી રહી છે, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાય છે. પ્રી-મોન્સૂન કામો અને રસ્તા ની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. કાયમી ઉકેલ લાવવામાં પાલિકા નિષ્ફળ રહી છે, જેનાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સુરતમાં વરસાદે ફરી ખોલી પાલિકાના વિકાસના દાવાની પોલ
નવસારીમાં ધોધમાર વરસાદ: નદીઓમાં ઘોડાપૂર, 100થી વધુ લોકોનું રેસ્ક્યૂ
નવસારી અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે મીંઢોળા, અંબિકા, કાવેરી અને ઓરંગા જેવી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. મુંબઈ-દિલ્હી નેશનલ હાઇવે પર વાહનવ્યવહાર બંધ થયો છે. કાવેરી નદી ભયજનક સપાટી વટાવતા બીલીમોરા શહેરમાં પૂર આવ્યું છે. SDRF ટીમો દ્વારા 100થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને સાવચેતી રાખવાની અપીલ કરાઈ છે.
નવસારીમાં ધોધમાર વરસાદ: નદીઓમાં ઘોડાપૂર, 100થી વધુ લોકોનું રેસ્ક્યૂ
સુરતમાં વરસાદી કહેર: પાણી ભરાવાથી વાહનવ્યવહાર ખોરવાયો
સુરત શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે, જેના કારણે જનજીવન પર અસર થઈ રહી છે. ઉધના દરવાજા-સચિન રોડ પર નવીન ફ્લોરીન અને ભગવતી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નજીક ભારે પાણી ભરાવાને કારણે માર્ગ વાહનવ્યવહાર માટે જોખમી બન્યો છે. આ સ્થિતિમાં, મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને સુરત પાલિકાએ સિટી બસ સેવામાં ફેરફાર કર્યો છે. R-11 (ઉધના દરવાજા-સચિન) રૂટ સંપૂર્ણપણે સ્થગિત કરવામાં આવ્યો છે, જ્યારે R-16 (કોસાડ-સચિન) રૂટ માત્ર ડિંડોલી વારીગૃહ સુધી ચલાવવામાં આવશે. પાણીના નિકાલની કામગીરી ચાલુ છે અને પરિસ્થિતિ સામાન્ય થતાં બસ સેવાઓ પુનઃ શરૂ થશે.
સુરતમાં વરસાદી કહેર: પાણી ભરાવાથી વાહનવ્યવહાર ખોરવાયો
અલ્લાહાબાદ હાઈકોર્ટનો મોટો ચુકાદો: આરોપીના ઘરે 2 વર્ષ સુધી બુલડોઝર નહીં ફરે
અલ્લાહાબાદ હાઇકોર્ટનો 'બુલડોઝર જસ્ટિસ' મુદ્દે વિભાજિત ચુકાદો આવ્યો છે. એક જજ જસ્ટિસ અતુલ શ્રીધરને FIR નોંધાયાની તારીખથી 2 વર્ષ સુધી આરોપીના ઘર પર ડિમોલિશન કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો. તેમણે આવી કાર્યવાહીને બદલાની ભાવના ગણાવી. જોકે, બીજા જજ જસ્ટિસ સિદ્ધાર્થ નંદને આના પર અસહમતિ દર્શાવી, કહ્યું કે કાર્યવાહી રોકવા માટે ચોક્કસ સમયસીમા નક્કી ન થઈ શકે. આ મતભેદને કારણે મામલો ત્રીજા જજ પાસે મોકલાયો છે.
અલ્લાહાબાદ હાઈકોર્ટનો મોટો ચુકાદો: આરોપીના ઘરે 2 વર્ષ સુધી બુલડોઝર નહીં ફરે
અમદાવાદના વટવા તળાવમાં ન્હાવા ગયેલા બે બાળકોના ડૂબી જવાથી મોત
અમદાવાદના વટવા ખાતે વાંદરવટ તળાવમાં ગઇકાલે સાંજે ન્હાવા કૂદેલા બે બાળકો ગુમ થયા હતા. ફાયરબ્રિગેડ, પોલીસ અને રેસ્ક્યૂ ટીમો દ્વારા આખી રાત શોધખોળ ચલાવવામાં આવી હતી. આજે સવારે બંને બાળકોના મૃતદેહો મળી આવતા વિસ્તારમાં શોક છવાયો હતો. મૃતકોની ઓળખ 13 વર્ષીય અરમાન ઈસ્લામુદ્દીન અને મોહમ્મદ અલી યાદઅલી સૈયદ તરીકે થઈ છે. આ બંને બાળકો વટવામાં જિયા મસ્જિદ નજીક રહેતા હતા. વટવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના વટવા તળાવમાં ન્હાવા ગયેલા બે બાળકોના ડૂબી જવાથી મોત
જૂનાગઢ કોર્ટનો ચુકાદો: પૂર્વ ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સહિત બે દોષિત
જૂનાગઢની એડિશનલ કોર્ટે PGVCL અધિકારીની ફરજમાં રુકાવટ અને હુમલાના કેસમાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ અને દિલાવર ધંધુકિયાને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે પુરાવા અને સાક્ષીઓના નિવેદનોને ધ્યાનમાં લઈને બંનેને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. કેસમાં CCTV ફૂટેજ અને દસ્તાવેજી પુરાવા મહત્વપૂર્ણ સાબિત થયા હતા. આ ચુકાદો રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
જૂનાગઢ કોર્ટનો ચુકાદો: પૂર્વ ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સહિત બે દોષિત
NEET પેપર લીક મામલે શિક્ષણમંત્રી રાજીનામાની માંગ સાથે ગુજરાત કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન
NEET પેપર લીક મામલે દિલ્હીમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીના વિરોધ બાદ ગુજરાતમાં પણ તેની અસર દેખાઈ. કેન્દ્રીય શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં અમદાવાદમાં કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. બેઠક બાદ નેતાઓ અને કાર્યકરો કાર્યાલય બહાર ધસી આવ્યા અને સૂત્રોચ્ચાર સાથે ધરણા કર્યા. ચાર રસ્તા નજીક પોલીસ સાથે ઘર્ષણ થયું, જેમાં કેટલાક કાર્યકરો પોલીસની ગાડીઓ પર પણ ચઢી ગયા. પોલીસે અનેક નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી.
NEET પેપર લીક મામલે શિક્ષણમંત્રી રાજીનામાની માંગ સાથે ગુજરાત કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન
ઘુમામાં દીપડાની અફવા પર પૂર્ણવિરામ, CCTV તપાસમાં બિલાડી હોવાનો ખુલાસો
અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો જોવા મળ્યાની અફવા ખોટી સાબિત થઈ છે. ગ્રીન સિટી સોસાયટીમાં કાર નીચેથી દીપડો નીકળવાના વાયરલ વીડિયોની વન વિભાગે તપાસ કરતાં પગલાં બિલાડીના હોવાનું જણાયું. અન્ય ગાડી નીચેથી પણ બિલાડી જ નીકળી હતી. વન વિભાગે લોકોને આવી અફવાઓ ન ફેલાવવા અને વન્યપ્રાણી સંબંધિત માહિતી માટે 76000 09845 પર સંપર્ક કરવા અપીલ કરી છે. ખોટી માહિતી ફેલાવવા પર કાયદાકીય કાર્યવાહી કરાશે.
ઘુમામાં દીપડાની અફવા પર પૂર્ણવિરામ, CCTV તપાસમાં બિલાડી હોવાનો ખુલાસો
સુરેન્દ્રનગરમાં ચુડા ચોકડી પર તમંચો બતાવી ખોફ ફેલાવનાર SOG ની જાળમાં ઝડપાયો
સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ફરી કથળી, ચુડા ચોકડી રોડ પર પ્રવીણ ભાંભળા નામના યુવકે દેશી તમંચો બતાવી લોકોમાં ડર ફેલાવ્યો. પીડિત પરિવારે વીડિયો પુરાવા સાથે રજૂઆત કરી. સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા બાદ SOG એ સક્રિય થઈ આરોપી પ્રવીણ ભાંભળાને દબોચી લીધો. તપાસમાં અંગત અદાવત કારણ હોવાનું બહાર આવ્યું. SOG એ તમંચો અને જીવતા કાર્ટિજ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી.
સુરેન્દ્રનગરમાં ચુડા ચોકડી પર તમંચો બતાવી ખોફ ફેલાવનાર SOG ની જાળમાં ઝડપાયો
ગુજરાતના તાલુકામાં વરસાદ, વલસાડમાં સૌથી વધુ 3.82 ઇંચ
ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જેના કારણે રાજ્યના 51 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સવારથી અત્યાર સુધીમાં 26 તાલુકામાં 1 થી 4 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડ તાલુકામાં 3.82 ઇંચ, સુરતના પલસાણામાં 3.70 ઇંચ અને મહુવામાં 2.95 ઇંચ નોંધાયો છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને નદીઓમાં પાણીની આવક વધી રહી છે. હવામાન વિભાગે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આગામી કલાકોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
ગુજરાતના તાલુકામાં વરસાદ, વલસાડમાં સૌથી વધુ 3.82 ઇંચ
વિસાવદરમાં ભાજપની હાર માટે નબળા સંગઠનને દોષી
જૂનાગઢ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં, વિસાવદરના આપ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના આક્ષેપો બાદ પૂર્વ મંત્રી કનુભાઈ ભાલાળાએ કબૂલ્યું કે વિસાવદરમાં ભાજપનું સંગઠન નબળું છે. સંગઠનની નિષ્ક્રિયતાને કારણે સ્વ. કેશુભાઈ પટેલના વિકાસકાર્યોને લોકો સુધી પહોંચાડી શકાયા નહીં, પરિણામે પાર્ટી હારી. ઈટાલિયાએ કાલાવડ ગામમાં ગ્રામ પંચાયત ન બનવા અંગે કરેલા આક્ષેપોના જવાબમાં ભાલાળાએ જણાવ્યું કે, કોન્ટ્રાક્ટરની બેદરકારીથી કામ અટક્યું છે. તેમણે ઈટાલિયાને પ્રશ્નો ઉકેલવા પર ધ્યાન આપવા કહ્યું, માત્ર સોશિયલ મીડિયામાં બોલવાથી કે દેખાડો કરવાથી પ્રજાના પ્રશ્નો હલ થતા નથી.
વિસાવદરમાં ભાજપની હાર માટે નબળા સંગઠનને દોષી
ગુજરાતમાં વલસાડમાં આભ ફાટ્યું, 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદથી સર્જાઈ આફત
દક્ષિણ ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડે જોરદાર એન્ટ્રી કરી છે. વલસાડ જિલ્લામાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવતા છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસાવ્યો છે. ભારે વરસાદના કારણે સમગ્ર વલસાડ શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા સ્થાનિક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે વરસાદી પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે અને વાહનવ્યવહારને પણ અસર પહોંચી છે. નદી-નાળા છલકાયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી પ્રવેશવાની સ્થિતિ સર્જાઈ છે.
ગુજરાતમાં વલસાડમાં આભ ફાટ્યું, 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદથી સર્જાઈ આફત
ગુજરાતમાં 60% ખરીફ વાવેતર પૂર્ણ
ગુજરાતમાં ખરીફ સીઝન 2026 દરમિયાન, 20 જુલાઈ સુધીમાં કુલ 85.30 લાખ હેક્ટર પૈકી 50.83 લાખ હેક્ટર (60%) વિસ્તારમાં વાવણી પૂર્ણ થઈ છે. ગત વર્ષની સરખામણીમાં આ આંકડો 9% ઓછો છે, કારણ કે શરૂઆતમાં વરસાદની ખાધ હતી. જોકે, પાછલા સપ્તાહના છૂટાછવાયા ઝાપટાંથી ખેડૂતોને રાહત મળી છે. મગફળીનું 86% વાવેતર થયું છે, જ્યારે સોયાબીનનું 88.49% અને કપાસનું 79% વાવેતર પૂર્ણ થયું છે. ડાંગરનું વાવેતર માત્ર 25% થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી સમયમાં વરસાદ ખેતી માટે વધુ અનુકૂળ રહેશે તેવી આશા છે.