ધોળકામાં શિક્ષિકાની હત્યાનો ભેદ ઉકેલાયો, હત્યારા પતિની ધરપકડ
ધોળકામાં શિક્ષિકાની હત્યાનો ભેદ ઉકેલાયો, હત્યારા પતિની ધરપકડ
Published on: 04th June, 2026

અમદાવાદ જિલ્લાના ધોળકા નજીક થયેલી શિક્ષિકા રીનાબેન ઝાલાની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. વસ્તી ગણતરીની કામગીરી માટે ગયેલા રીનાબેનનો મૃતદેહ કેનાલ નજીક મળ્યો હતો. તપાસમાં મૃતકના પતિ બળદેવ ઝાલાની ધરપકડ કરાઈ છે. પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો કે, ઘરકંકાસ અને માનસિક ત્રાસથી કંટાળીને બળદેવે પથ્થરો મારી રીનાબેનની હત્યા કરી હતી અને બાદમાં મૃતદેહ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.