અમદાવાદના અસલાલીમાં રસોડાની સીડી નીચે બનાવેલું ચોરખાનું ઝડપાયું!
અમદાવાદના અસલાલીમાં ગ્રામ્ય LCBએ દારૂના ગેરકાયદે વેપારનો પર્દાફાશ કરતાં નવાપુરાના એક મકાનમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી રૂ.2.58 લાખથી વધુ કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની 824 બોટલ-ટીનનો જથ્થો જપ્ત કર્યો છે. દરોડા સમયે આરોપી ફરાર હતો. અગાઉ અનેક પ્રોહિબિશન કેસ હોવા છતાં બુટલેગર બેફામ ધંધો ચલાવતો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે અને સમગ્ર નેટવર્કની તપાસ હાથ ધરી છે.
અમદાવાદના અસલાલીમાં રસોડાની સીડી નીચે બનાવેલું ચોરખાનું ઝડપાયું!
ગુજરાત હાઈકોર્ટ: રજિસ્ટ્રેશન નહીં, સપ્તપદી જરૂરી
ગુજરાત હાઈકોર્ટે હિન્દુ મેરેજ એક્ટ સંબંધિત એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે માત્ર રજિસ્ટર્ડ મેરેજ સર્ટિફિકેટના આધારે હિન્દુ લગ્નને કાયદેસર માન્યતા મળી શકતી નથી. જો હિન્દુ મેરેજ એક્ટ મુજબ જરૂરી ધાર્મિક વિધિઓ અને પરંપરાઓ, જેમ કે સપ્તપદી, નું પાલન થયું ન હોય તો આવા લગ્ન કાયદાકીય રીતે માન્ય ગણાશે નહીં. મેરેજ સર્ટિફિકેટ માત્ર લગ્નના સંપન્ન થયેલા હોવાનો પુરાવો છે, તે લગ્નને કાયદેસર બનાવતું દસ્તાવેજ નથી. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે આવશ્યક ધાર્મિક વિધિઓ વિના માત્ર રજિસ્ટ્રેશન કાયદેસર લગ્નની માન્યતા આપી શકતું નથી.
ગુજરાત હાઈકોર્ટ: રજિસ્ટ્રેશન નહીં, સપ્તપદી જરૂરી
AMCની પ્રિ-મોન્સૂન કામગીરીમાં બેદરકારી!
અમદાવાદમાં ચોમાસા દરમિયાન AMCની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા સામે સવાલો ઊભા થયા છે. શ્યામલ પાસે બિલેશ્વર મહાદેવથી 100 ફૂટ રોડ તરફ જતા માર્ગ પર ગટરની ચેમ્બર રિપેરિંગ માટે ખાડો ખોદાયો, પરંતુ શરૂઆતમાં ડાયવર્ઝન કે સાઇનબોર્ડ ન હોવાથી વાહનચાલકોને ભારે હાલાકી અને ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો. સ્થાનિકોએ છ મહિનાથી ફરિયાદ કરવાનો દાવો કર્યો છે, જ્યારે અધિકારીઓએ ત્રણ-ચાર દિવસ પહેલાં જાણ થઈ હોવાનું કહ્યું છે. AMCએ હવે સાઇનબોર્ડ, બેરિકેડ મૂકવા અને કામ ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપી છે.
AMCની પ્રિ-મોન્સૂન કામગીરીમાં બેદરકારી!
જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને ગુજરાત હાઈકોર્ટે આપ્યો ઝટકો!
સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને કથિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત મળી નથી. EDના PMLA કેસમાં કોર્ટે તેમની નિયમિત જામીન અરજી ફગાવી દીધી. તપાસમાં મોબાઇલમાંથી લાંચ સંબંધિત 800 ફોટા મળ્યા હોવાનું અને પુરાવા નષ્ટ કરવા માટે ફોન રીસેટ કરવાની માહિતી ગૂગલ પર શોધી હોવાનું EDએ જણાવ્યું. જમીનને બિનખેતીમાં ફેરવવાના કૌભાંડમાં કરોડોની ગેરકાયદે કમાણીના આરોપોને ધ્યાનમાં રાખી હાઈકોર્ટે કેસની ગંભીરતા જોતા જામીન આપવાનો ઇનકાર કર્યો.
જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને ગુજરાત હાઈકોર્ટે આપ્યો ઝટકો!
રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 62 તાલુકામાં મેઘમહેર!
રાજ્યમાં આગામી 6 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં મેઘમહેર થઈ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ છેલ્લા 12 કલાકમાં 62 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ નવસારીમાં 3.77 ઇંચ અને અમરેલીના સાવરકુંડલામાં 3.11 ઇંચ વરસાદ પડ્યો. વલસાડ, સુરત, તાપી, ડાંગ સહિતના અનેક વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો, જ્યારે 42 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ થયો.
રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 62 તાલુકામાં મેઘમહેર!
ધોળકાના 8 ગામોએ આંદોલન ઉપાડ્યું, પાઇપલાઇન ખેતરોને બદલે રોડ સાઇડમાં નાખવા માંગ!
અમદાવાદ જિલ્લાના ધોળકાના સરગવાળા ગામમાં GSPLની ગેસ પાઇપલાઇન કામગીરી સામે આઠથી વધુ ગામના ખેડૂતો વિરોધ પર ઊતર્યા છે. પૂરતા વળતર અને સંમતિ વિના ખેતરોમાં કામગીરી શરૂ કરાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. મહિલાઓએ રામધૂન અને ભજન-કીર્તન કરીને અનોખો વિરોધ નોંધાવ્યો. ખેડૂતોનો આરોપ છે કે પાઇપલાઇનથી પાક અને જમીનને નુકસાન થશે. તેમણે કલેક્ટર અને ધારાસભ્યને હસ્તક્ષેપ કરી ખેડૂતોને ન્યાય અપાવવા તથા ગેસ લાઇન રોડની બાજુથી પસાર કરવાની માંગ કરી છે.
ધોળકાના 8 ગામોએ આંદોલન ઉપાડ્યું, પાઇપલાઇન ખેતરોને બદલે રોડ સાઇડમાં નાખવા માંગ!
ગાંધીનગરમાં પૈસાની લેતીદેતીમાં બબાલ કરનાર લોકોને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન
ગાંધીનગરના કુડાસણમાં ફિટનેસ જીમ પાસે થયેલા જીવલેણ હુમલાના કેસમાં પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવી હુમલાની સમગ્ર પ્રક્રિયાની તપાસ કરી. ફરિયાદ મુજબ, RTDCમાં ચેરમેન બનાવવાના બહાને ₹1.10 કરોડની લેવડદેવડ બાદ વિવાદ સર્જાયો હતો. સમાધાન બેઠક દરમિયાન આરોપીઓએ હથિયારો વડે હુમલો કરી બે લોકોને ગંભીર ઇજા પહોંચાડી અને કારમાં તોડફોડ કરી હતી. પોલીસે અનેક આરોપીઓની ધરપકડ કરી તપાસ તેજ બનાવી છે. કોર્ટમાં કેસની સત્યતા નક્કી થશે.
ગાંધીનગરમાં પૈસાની લેતીદેતીમાં બબાલ કરનાર લોકોને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન
સાવધાન! વોટ્સએપ પર ટાસ્ક પૂરા કરવાના નામે અમદાવાદમાં મોટી છેતરપિંડી!
અમદાવાદમાં ફ્લિપકાર્ટના નામે વર્ક ફ્રોમ હોમની લાલચ આપીને સાયબર ઠગોએ ફાર્મા કંપનીમાં કામ કરતી મહિલાને ₹2.59 લાખનો ચૂનો લગાવ્યો છે. વોટ્સએપ અને ટેલિગ્રામ મારફતે શરૂઆતમાં નાના ટાસ્ક કરાવી કમિશન આપી વિશ્વાસ જીત્યા બાદ 'પ્રીમિયમ ટાસ્ક'ના બહાને મોટી રકમ ટ્રાન્સફર કરાવી હતી. પૈસા પરત ન મળતાં મહિલાએ ગુજરાત યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધી બેંક એકાઉન્ટ, UPI અને મોબાઈલ નંબરની તપાસ શરૂ કરી છે.
સાવધાન! વોટ્સએપ પર ટાસ્ક પૂરા કરવાના નામે અમદાવાદમાં મોટી છેતરપિંડી!
S.T. નિગમના કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ!
ગુજરાત S.T. નિગમના કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં GSRTCના કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થા(DA)માં 3 ટકાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. STના કર્મચારીઓને અત્યારસુધી 55 ટકા પ્રમાણે મોંઘવારી ભથ્થું મળતું હતું. જો કે, હવે તેમાં વધારો થતાં કર્મચારીઓને 58 ટકા DA મળશે. S.T.નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો ST નિગમના અધિકારી-કર્મચારીઓ માટે 3 ટકાનો મોંઘવારી ભથ્થાનો વધારો જુલાઈ-2026થી (પેઇડ ઈન ઓગસ્ટ-2026) મંજૂર કરાયો છે. નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો છે, ત્યારે STના કર્મચારીઓને રૂ.24 કરોડથી વધુનો સીધો ફાયદો થશે.
S.T. નિગમના કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ!
રામ મંદિર ચઢાવાની ચોરી મામલે ધીરેન્દ્ર શાસ્ત્રીનું પહેલું નિવેદન, 'જેણે આવું કુકૃત્ય કર્યું છે તેને...'
અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં ચઢાવાની ચોરીના આરોપો બાદ વિવાદ ઉગ્ર બન્યો છે. બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ દાનની ચોરીને સનાતન માટે કલંક ગણાવી દોષિતોને કડક સજા મળશે તેમ જણાવ્યું. તેમણે રામ મંદિરની જવાબદારી માત્ર સંત પરંપરા અને ભગવાન પ્રત્યે સમર્પિત લોકોને સોંપવાની માંગ કરી. બીજી તરફ BSP પ્રમુખ માયાવતીએ પણ મામલાની નિષ્પક્ષ તપાસ કરીને દોષિતોને કડક સજા કરવાની માંગ કરી, પરંતુ તેનું રાજકીયકરણ ન કરવાની અપીલ કરી.
રામ મંદિર ચઢાવાની ચોરી મામલે ધીરેન્દ્ર શાસ્ત્રીનું પહેલું નિવેદન, 'જેણે આવું કુકૃત્ય કર્યું છે તેને...'
સોશિયલ મીડિયા પર પોતાનું નકલી એકાઉન્ટ જોઈ કોલેજિયન યુવતી ચોંકી ઉઠી!
અમદાવાદના નવરંગપુરામાં રહેતી BA પ્રથમ વર્ષની 20 વર્ષીય વિદ્યાર્થિનીના ફોટાનો દુરુપયોગ કરીને અજાણ્યા શખસે ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. યુવતીએ પોતાની સ્ટોરી ચેક કરતી વખતે નકલી પ્રોફાઇલ શોધી કાઢી હતી. પોલીસમાં ફરિયાદ કરવાની ચેતવણી છતાં ફોટા દૂર ન કરાતા તેણે પહેલા સાયબર પોર્ટલ અને ત્યારબાદ નવરંગપુરા પોલીસમાં FIR નોંધાવી હતી. પોલીસે ટેકનિકલ તપાસ શરૂ કરીને ફેક એકાઉન્ટ ચલાવનાર આરોપીને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે.
સોશિયલ મીડિયા પર પોતાનું નકલી એકાઉન્ટ જોઈ કોલેજિયન યુવતી ચોંકી ઉઠી!
છારા ગેંગના મુખ્ય સૂત્રધારની પત્ની ₹25 લાખની રોકડ સાથે ઝડપાઈ.
અમદાવાદના બાપુનગરમાં વેપારીની કારના કાચ તોડી ₹૫૦ લાખની રોકડની લૂંટ ચલાવનાર કુખ્યાત ‘છારા ગેંગ’નો પોલીસે પર્દાફાશ કર્યો છે. ૨૭ જૂનના રોજ અકસ્માતનું નાટક રચી વેપારીનું ધ્યાન ભટકાવી આ લૂંટ આચરવામાં આવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપી અજય ઉર્ફે અજુબાની પત્ની દિવ્યા ગાંગળેકરની ધરપકડ કરી તેની પાસેથી લૂંટના ₹૨૫ લાખ રિકવર કર્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે દિવ્યા જ ગેંગની લૂંટના નાણાંનું હેન્ડલિંગ અને કાનૂની કામગીરી સંભાળતી હતી. હાલ પોલીસ અન્ય ફરાર આરોપીઓ અને બાકીની રકમ શોધવા તપાસ ચલાવી રહી છે.
છારા ગેંગના મુખ્ય સૂત્રધારની પત્ની ₹25 લાખની રોકડ સાથે ઝડપાઈ.
વડોદરા શહેર ભાજપ પ્રશિક્ષણ વર્ગમાં પ્રથમ દિવસે જ અવ્યવસ્થા અને ઓછી હાજરી
વડોદરા શહેર ભાજપ દ્વારા આયોજિત ત્રણ દિવસીય પ્રશિક્ષણ વર્ગના પ્રથમ દિવસે જ "પ્રથમ ગ્રાસે મક્ષિકા" જેવી સ્થિતિ જોવા મળી. અપેક્ષિત કાર્યકર્તાઓ ગેરહાજર રહ્યા, જેના કારણે અનપેક્ષિત લોકોને બોલાવવા પડ્યા. મોટાભાગના કાર્યકર્તાઓ પ્રથમ સત્ર પૂરું કરીને બહાના કાઢીને જતા રહ્યા, જ્યારે રાત્રિ રોકાણ ફરજિયાત હોવા છતાં માત્ર 20-25 કાર્યકર્તાઓ જ રોકાયા. કેટલાક કાર્યકર્તાઓને વોર્ડ પ્રમુખ દ્વારા પ્રથમ સત્ર બાદ જવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ સ્થળ પર વ્યવસ્થાપકોએ રોક્યા, જેના કારણે વિવાદ પણ સર્જાયો. એક મંત્રીને પણ અપેક્ષિત ન હોવાથી જવાનું કહેવાયું.
વડોદરા શહેર ભાજપ પ્રશિક્ષણ વર્ગમાં પ્રથમ દિવસે જ અવ્યવસ્થા અને ઓછી હાજરી
વડોદરા સ્માર્ટ સિટી: વિશ્વામિત્રી નદીના વોટર લેવલ સેન્સર ચોમાસામાં નિષ્ફળ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વિશ્વામિત્રી નદી પર જળસ્તર પર નજર રાખવા લાખો રૂપિયાના ખર્ચે વોટર લેવલ સેન્સર લગાવવામાં આવ્યા છે. આ સેન્સર રિયલ ટાઈમ માહિતી પૂરી પાડે છે. જોકે, ચોમાસાની શરૂઆત સાથે જ 10 માંથી 4 સેન્સર બંધ હોવાનું સામે આવ્યું છે. બહુચરાજી બ્રિજ, મુજમહુડા બ્રિજ, વડસર બ્રિજ અને પ્રતાપ સરોવર ખાતેના સેન્સર કાર્યરત નથી. કેબલ કપાઈ જવા અને મેન્ટેનન્સના કારણે આ સમસ્યા સર્જાઈ છે, જેનાથી પૂર જેવી પરિસ્થિતિમાં નિર્ણય લેવામાં મુશ્કેલી પડશે.
વડોદરા સ્માર્ટ સિટી: વિશ્વામિત્રી નદીના વોટર લેવલ સેન્સર ચોમાસામાં નિષ્ફળ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી!
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ગાજવીજ અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે. જૂનમાં નોંધાયેલી 82% વરસાદની ઘટ જુલાઈની શરૂઆતમાં પૂરી થવાના સંકેતો મળી રહ્યા છે. 30મી જૂને છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં યલો અને ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે. 3જી અને 4થી જુલાઈએ સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં રેડ ઍલર્ટ છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી!
ગાંધીનગરમાં મોલ નજીક ૧.૨૭ કરોડના વિવાદમાં તલવારોથી ભયાનક હુમલો
ગુજરાતના પાટનગર ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં 'આરહા ફિટનેસ જીમ' બહાર થયેલી લોહિયાળ ગેંગવોરમાં સરકારી પદ અપાવવાના નામે થયેલું કરોડોનું કૌભાંડ બહાર આવ્યું છે. રાજસ્થાન ટુરિઝમ કોર્પોરેશન (RTDC) માં ચેરમેન પદની લાલચ આપીને પડાવી લીધેલા ૧.૨૭ કરોડ રૂપિયા પાછા ન આપવા પડે તે માટે પૂર્વ આયોજિત કાવતરું રચી તીક્ષ્ણ હથિયારો વડે ઘાતકી હુમલો કરાયો. આ હિંસક હુમલામાં બે યુવકોને શરીરના ભાગે છરી અને ધારીયાના અસંખ્ય ઘા ઝીંકવામાં આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત ૧૧ શખ્સોની ધરપકડ કરી છે.
ગાંધીનગરમાં મોલ નજીક ૧.૨૭ કરોડના વિવાદમાં તલવારોથી ભયાનક હુમલો
યૌન શોષણ કેસમાં ટ્રમ્પ દોષિત હોવાનો ચુકાદો યથાવત્, ચૂકવવા પડશે 43 કરોડ
અમેરિકાની સુપ્રીમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પની અપીલ ફગાવી દેતાં યૌન શોષણ કેસમાં જ્યુરીનો અગાઉનો ચુકાદો યથાવત રાખ્યો છે. ટ્રમ્પે લેખિકા ઈ. જીન કેરોલને 50 લાખ ડોલર વળતર ચૂકવવું પડશે. ટ્રમ્પે નિર્ણયને રાજકીય પ્રેરિત અને ખોટો ગણાવી કાનૂની લડાઈ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. બીજી તરફ, કેરોલના વકીલે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે. આ કેસ વચ્ચે કેરોલના નિવેદનો અંગે અમેરિકાના ન્યાય વિભાગે પણ અલગ તપાસ શરૂ કરી છે.
યૌન શોષણ કેસમાં ટ્રમ્પ દોષિત હોવાનો ચુકાદો યથાવત્, ચૂકવવા પડશે 43 કરોડ
રમતગમત મેડલ જીતવા ઉપરાંત સ્વસ્થ જીવનશૈલીનો આધાર: ડો. મનસુખ માંડવિયા
વડોદરામાં પ્રાદેશિક ગુજરાત વાઈબ્રન્ટ સમિટમાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે રમતગમતના સામાન અને સાધનોનું ઉત્પાદન દેશના આર્થિક વિકાસ, રોજગાર અને નિકાસ વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ ક્ષેત્ર બની રહ્યું છે. સરકાર ટૂંક સમયમાં નવી નીતિ અને પ્રોત્સાહન યોજના રજૂ કરશે, જે ભારતને વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનાવશે. છોટા ઉદેપુરને રમતગમતના સાધનો ઉત્પાદન કેન્દ્ર તરીકે વિકસાવવાની ગુજરાત સરકારની પહેલ પ્રશંસનીય છે. રમતગમત સ્વસ્થ, સક્રિય અને સારી જીવનશૈલી માટે પાયો છે.
રમતગમત મેડલ જીતવા ઉપરાંત સ્વસ્થ જીવનશૈલીનો આધાર: ડો. મનસુખ માંડવિયા
ગુજરાતમાં સોશિયલ મીડિયાનું વળગણ: દર્દીઓની સંખ્યામાં 650% નો વધારો
સોશિયલ મીડિયાનો દુરુપયોગ હવે 'બેધારી તલવાર' સમાન બની ગયો છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં મનોચિકિત્સક પાસે કાઉન્સિલિંગ માટે આવતા સોશિયલ મીડિયા એડિક્શનના દર્દીઓની સંખ્યામાં 650 ટકાનો ચોંકાવનારો વધારો થયો છે. સરકારી હોસ્પિટલમાં આ દર્દીઓની સંખ્યા 116 થી વધીને 861 પર પહોંચી ગઈ છે. આ વળગણને કારણે ગુસ્સો, ચીડિયાપણું, અધીરાપણું જેવી સમસ્યાઓ વધી રહી છે. ગુજરાતના 40% યુવાનો દરરોજ 2-4 કલાક સોશિયલ મીડિયામાં ફાળવે છે.
ગુજરાતમાં સોશિયલ મીડિયાનું વળગણ: દર્દીઓની સંખ્યામાં 650% નો વધારો
સુરતમાં ૨.૬૦ ઈંચ વરસાદ: ૩૩ તાલુકામાં મેઘમહેર
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ અનેક વિસ્તારોમાં મેઘરાજા મનમુકીને વરસ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સુરતમાં સૌથી વધુ ૨.૬૦ ઈંચ વરસાદ પડ્યો છે. આ વરસાદના કારણે સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. હવામાન વિભાગે આગામી ૪ દિવસ ગુજરાતભરમાં મેઘમહેરની આગાહી કરી છે, જેના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
સુરતમાં ૨.૬૦ ઈંચ વરસાદ: ૩૩ તાલુકામાં મેઘમહેર
અમદાવાદનો 12,315 કરોડનો City Logistic Plan
અમદાવાદ શહેર માટે ₹12,315 કરોડના રોકાણ સાથે એક વ્યાપક City Logistic Plan તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજના ત્રણ તબક્કામાં અમલમાં મુકાશે, જેમાં શહેરની બહાર મલ્ટિમોડેલ લોજિસ્ટિક પાર્ક, શહેરી એકત્રીકરણ અને વિતરણ કેન્દ્રો, અને અંતે શહેરના આંતરિક વિસ્તારોમાં માઇક્રો ડિલિવરી હબનો સમાવેશ થાય છે. આયોજન ૨૦૪૭ સુધીમાં વિકસીત ભારતની નેમ સાથે થયેલ છે, જેમાં નાના અને ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગ પર ભાર મૂકવામાં આવશે. આ યોજના અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન, ઔડા, ગુજરાત સરકાર અને ખાનગી ક્ષેત્રની ભાગીદારીથી અમલી બનશે.
અમદાવાદનો 12,315 કરોડનો City Logistic Plan
ગુજરાતમાં 12માંથી 6 સેમિકંડક્ટર પ્રોજેક્ટ્સ, રૂ. 1.70 લાખ કરોડનું રોકાણ
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દરમિયાન સેમિકંડક્ટર ક્ષેત્રે ઉત્પાદન અને વિકાસને વેગ આપવા સેમિનાર યોજાયો. 'ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન'ના ડાયરેક્ટર ડૉ. મનિષકુમાર હુડાએ જણાવ્યું કે, ભારતમાં મંજૂર થયેલા 12 સેમિકંડક્ટર પ્રોજેક્ટ્સમાંથી 6 ગુજરાતમાં સ્થાપિત થઈ રહ્યા છે. આ રોકાણકારોને આકર્ષવા માટે ગુજરાતની વહેલી પોલિસીનું પરિણામ છે. દેશભરમાં આ ક્ષેત્રે રૂ. 1.70 લાખ કરોડનું રોકાણ થયું છે. 2035 સુધીમાં ભારત પોતાની 50% સેમિકંડક્ટર જરૂરિયાત પૂરી કરશે.
ગુજરાતમાં 12માંથી 6 સેમિકંડક્ટર પ્રોજેક્ટ્સ, રૂ. 1.70 લાખ કરોડનું રોકાણ
36 વર્ષ બાદ યાસીન મલિક સામે ચાર્જશીટ
કાશ્મીરી પંડિત નર્સ સરલા ભટના 36 વર્ષ જૂના અપહરણ અને હત્યા કેસમાં સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA) એ કોર્ટમાં 737 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. JKLFના તત્કાલીન ચીફ કમાન્ડર યાસીન મલિક સહિત 5 આરોપીઓ પર અપહરણ, હત્યા અને ષડયંત્રનો આરોપ છે. યાસીન મલિક આતંકી ફંડિંગ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે, જ્યારે મુખ્ય શૂટર ફરાર છે. બાતમીદાર હોવાની શંકાએ સરલા ભટની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં TADA અને Arms Act હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે.
36 વર્ષ બાદ યાસીન મલિક સામે ચાર્જશીટ
માણસ પોતાની અંદર રહેલા અંધકારને કેટલું ઓળખે છે?
લોનાવલામાં એક છોકરીએ તેના પ્રેમી સાથે મળીને પોતાના થનારા પતિની હત્યા કરી દીધી! આવા કિસ્સાઓમાં સામાન્ય રીતે પુરૂષ ગુનેગાર તરીકે સામે આવે છે, તેથી સ્ત્રી આવી હિંસા કેવી રીતે કરી શકે તેવો પ્રશ્ન થાય છે. દરેક વ્યક્તિમાં પ્રેમ સાથે ગુસ્સો, ઈર્ષ્યા અને વિનાશવૃત્તિ જેવી 'ડાર્ક સાઇડ' પણ હોય છે. મોટાભાગના લોકો આ અંધારા પાસાને ઓળખીને તેને નિયંત્રિત કરે છે, પરંતુ કેટલાક લોકો તેને પાર કરી ગુનાખોરી કરી બેસે છે. આ ગુનાનો જન્મ અચાનક નથી થતો, પરંતુ ધીમે ધીમે મનમાં ઘર કરે છે.
માણસ પોતાની અંદર રહેલા અંધકારને કેટલું ઓળખે છે?
પ્રતિષ્ઠિત સોની વેપારી દીપક રાધનપુરાનું શંકાસ્પદ મોત: શું હતું ઘર કંકાસનું રહસ્ય?
વિરમગામના પ્રતિષ્ઠિત સોની વેપારી દીપક રાધનપુરાનું સીડી પરથી પડી જવાથી મોત થયું હોવાનું પ્રાથમિક રીતે જણાયું હતું, પરંતુ હોસ્પિટલના ડોક્ટરોએ લાશ પર શંકાસ્પદ ઇજાઓ અને કપાળ પર ઊંડો ઘા જોતાં આ સામાન્ય અકસ્માત ન હોવાનું સ્પષ્ટ કર્યું. દીપકભાઇના પરિવારમાં લગ્નની તૈયારીઓ વચ્ચે ચાલી રહેલા ઝઘડા અને પત્ની-પુત્રના વર્તનમાં રહેલી અસંગતતાઓ, પોલીસને આ મામલામાં ઊંડી તપાસ કરવા પ્રેરી રહી છે. લાશના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ પર સૌની નજર રહેશે.
પ્રતિષ્ઠિત સોની વેપારી દીપક રાધનપુરાનું શંકાસ્પદ મોત: શું હતું ઘર કંકાસનું રહસ્ય?
કેતન અગ્રવાલ હત્યા કેસ: સિયા અને ચેતનની પોલીસ કસ્ટડી ૩ જુલાઈ સુધી લંબાઈ
પુણેના કેતન અગ્રવાલ હત્યા કેસમાં આરોપી સિયા ગોયલ અને ચેતન ચૌધરીની પોલીસ કસ્ટડી લંબાવવામાં આવી છે. કોર્ટે તેમને ૩ જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. પોલીસને આરોપીઓના ડિલીટ થયેલા મોબાઇલ ડેટા, પાસપોર્ટ અને રેકી સંબંધિત તપાસ માટે વધુ સમયની જરૂર છે. કાવતરામાં અન્ય કોઈ સામેલ છે કે કેમ, અને કાવતરું ક્યાં રચાયું તે અંગેની તપાસ પણ બાકી છે. બચાવ પક્ષે પોલીસની માંગનો વિરોધ કર્યો હતો, પરંતુ કોર્ટે પોલીસની દલીલો માન્ય રાખી છે.
કેતન અગ્રવાલ હત્યા કેસ: સિયા અને ચેતનની પોલીસ કસ્ટડી ૩ જુલાઈ સુધી લંબાઈ
ટીઈટી પેપર લીક કૌભાંડ: દોષીઓ સામે મકોકા લાગુ થશે, વિપક્ષનો આક્રમક વિરોધ
મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન TET પેપર લીક મુદ્દે મહાવિકાસ આઘાડીના વિધાનસભ્યોએ જોરદાર વિરોધ કર્યો. વિપક્ષે કૌભાંડ માટે સરકારને જવાબદાર ઠેરવી, લાખો યુવાનોના ભવિષ્ય સાથે રમત રમવાનો આરોપ લગાવ્યો. શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે, તેમણે "પેપર લીક ભિવંડીમાં, પૈસા માલેગાવમાં, શિક્ષકોને નુકસાન કરતી સરકારનો વિરોધ" જેવા નારા લગાવ્યા. શાળા શિક્ષણ મંત્રી દાદા ભૂસેએ જણાવ્યું કે, આ કેસની તપાસ ઝડપી બની છે અને દોષિતો સામે મહારાષ્ટ્ર સંગઠિત ગુના નિયંત્રણ કાયદા (મક્કોકા) હેઠળ કાર્યવાહી થશે. પોલીસ આંતરરાજ્ય રેકેટની તપાસ કરી રહી છે અને આ કૌભાંડમાં સામેલ કોઈને છોડવામાં આવશે નહીં.
ટીઈટી પેપર લીક કૌભાંડ: દોષીઓ સામે મકોકા લાગુ થશે, વિપક્ષનો આક્રમક વિરોધ
મુંબઈ-દિલ્હી એક્સપ્રેસવે: મહારાષ્ટ્ર-ગુજરાત સેક્શન ક્યારે ખુલશે?
મુંબઈ-દિલ્હી નેશનલ એક્સપ્રેસ હાઈવેનો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. વિરારથી વડોદરા સુધીનો 354 કિલોમીટરનો 8-લેન એક્સપ્રેસવે-4 માર્ચ 2028 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. જોકે, જવાહરલાલ નેહરૂ પોર્ટ (JNPT) થી વિરાર ઇન્ટરચેન્જ અને વિરારથી તલાસરી સુધીનો 140 કિલોમીટરનો તૈયાર રોડ પણ સરકારી વિભાગો વચ્ચે તાલમેલના અભાવે જનતા માટે ખુલ્લો થઈ શક્યો નથી. NHAI અને મહાટ્રાન્સકો વચ્ચે વીજ ટ્રાન્સમિશન લાઈનોના મુદ્દે વિવાદને કારણે મહારાષ્ટ્રમાં 171 કિલોમીટર પૈકી 140 કિલોમીટર કામ પૂર્ણ હોવા છતાં શરૂ થયો નથી.
મુંબઈ-દિલ્હી એક્સપ્રેસવે: મહારાષ્ટ્ર-ગુજરાત સેક્શન ક્યારે ખુલશે?
ભુજ યંગ જાયન્ટસ સાહેલી મલયસ્મૃતિ શપથવિધિ
ભુજ ખાતે યંગ જાયન્ટસ ગ્રુપ 'સાહેલી મલયસ્મૃતિ'નો શપથવિધિ સમારોહ યોજાયો, જેનો મુખ્ય હેતુ બાળપણથી જ પરોપકાર, સેવા અને જીવદયા જેવા ગુણો વિકસાવવાનો છે. આ ગ્રુપની સ્થાપના બાળ કલાકાર જીયા ત્રિપાઠી દ્વારા કરવામાં આવી છે. સમારોહમાં ફેડ.ઓફિસર ભાવિનીબેન ત્રિપાઠી, મલય સ્મૃતિ પ્રમુખ રક્ષાબેન ત્રિપાઠી અને ઇન્સ્ટોલેશન ઓફિસર જયસિંહ પરમારે સભ્યોને શપથ લેવડાવ્યા. સાંસદ વિનોદભાઈ ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં જીયા ત્રિપાઠી અને તમામ 21 સભ્યોને મોમેન્ટો તથા ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા.
ભુજ યંગ જાયન્ટસ સાહેલી મલયસ્મૃતિ શપથવિધિ
૧૫ જુલાઈથી શરૂ થશે અષાઢી ગુપ્ત નવરાત્રિ, કચ્છમાં થશે ભક્તિમય આયોજન
કચ્છના પ્રસિદ્ધ માતાના મઢ મંદિર દ્વારા અષાઢી ગુપ્ત નવરાત્રી-2026 ની તિથિઓ જાહેર કરાઈ છે. ૧૫ જુલાઈ, બુધવારથી શરૂ થતી આ નવરાત્રી શક્તિની આરાધના માટે અત્યંત પવિત્ર ગણાય છે. આ નવ દિવસ દરમિયાન મા દુર્ગા, મા આશાપુરા સહિત શક્તિ સ્વરૂપા માતાજીની ઉપાસના, જપ, તપ, ધ્યાન, પાઠ અને હવન કરવામાં આવશે. સમગ્ર કચ્છ જિલ્લો ભક્તિમય માહોલમાં રંગાઈ જશે, જ્યાં મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના, આરતી અને યજ્ઞ-હવનનું આયોજન થશે. તંત્ર-મંત્ર અને શક્તિ સાધના માટે પણ આ સમય શુભ માનવામાં આવે છે.
૧૫ જુલાઈથી શરૂ થશે અષાઢી ગુપ્ત નવરાત્રિ, કચ્છમાં થશે ભક્તિમય આયોજન
શાળા પ્રવેશોત્સવ: ત્રણ દિવસમાં સાબરકાંઠાને 46.51 લાખનું દાન મળ્યું
સાબરકાંઠામાં 23થી 25 જૂન દરમિયાન યોજાયેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026માં લોકસહયોગથી કુલ ₹46.51 લાખનું દાન મળ્યું હતું. આ દરમિયાન 47,658 વિદ્યાર્થીઓએ વિવિધ ધોરણોમાં પ્રવેશ મેળવ્યો, જ્યારે બાલવાટિકામાં 16,621 બાળકોનું નામાંકન થયું. ધોરણ-9માં સૌથી વધુ 18,227 અને ધોરણ-11માં 11,493 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો. દાનમાં ઈડર તાલુકો ₹15.27 લાખ સાથે પ્રથમ રહ્યો, જ્યારે વિજયનગરને સૌથી ઓછું ₹1.06 લાખનું દાન મળ્યું.