એરપોર્ટ પર વાંદરા છોડવા બાબતે ઝઘડો
એરપોર્ટ પર વાંદરા છોડવા બાબતે ઝઘડો
Published on: 05th June, 2026

સરદાર વલ્લભભાઈ એરપોર્ટ નજીક રનવે પર વાંદરાઓની સમસ્યાને પગલે, પકડેલા વાંદરાઓને છોડવાની જગ્યા બાબતે વાઇલ્ડલાઇફ એસોસિએશનના સુપરવાઇઝરે રેસ્ક્યુ ટીમના યુવક સાથે ઝઘડો કર્યો. સુપરવાઇઝરે યુવકને 25 કિમીને બદલે 50 કિમી દૂર વાંદરા છોડવાનું કહેતાં મામલો વણસ્યો. આ દરમિયાન, સુપરવાઇઝરે યુવકને ગાળો બોલી, માર માર્યો અને ધમકી આપી. આ બનાવ અંગે રેસ્ક્યુ ટીમના યુવકે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં સુપરવાઇઝર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.