મહેસાણાના આંબલીયાસણ મંદિરમાં દલિત યુવતીને પ્રવેશતા રોક્યાનો આરોપ
મહેસાણાના આંબલીયાસણ મંદિરમાં દલિત યુવતીને પ્રવેશતા રોક્યાનો આરોપ
Published on: 14th August, 2026

મહેસાણાના આંબલીયાસણ ખાતે એક અનુસૂચિત જાતિની યુવતીને મહાદેવ મંદિરમાં પ્રવેશતા રોકવાનો ગંભીર આરોપ લગાવાયો છે. આક્ષેપ છે કે આરોપીઓએ યુવતીને તેની જાતિ અંગે અપમાનજનક શબ્દો કહ્યા અને તેની નાની બહેન સાથે અડપલાં કર્યા. મામલો ઉગ્ર બનતાં ઝપાઝપી થઈ અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી. લાંઘણજ પોલીસ સ્ટેશનમાં 3 આરોપીઓ સામે Atrocity Act અને POCSO હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.