અમદાવાદમાં ATM કાર્ડ બદલી લાખોની છેતરપિંડી
અમદાવાદ શહેરમાં ATM કાર્ડ બદલીને લાખો રૂપિયાની છેતરપિંડી કરતી હરિયાણાની મેવાતી ગેંગનો નારોલ પોલીસે પર્દાફાશ કર્યો છે. મદદના બહાને વૃદ્ધો અને મહિલાઓને નિશાન બનાવી ATM કાર્ડ બદલી, PIN જાણીને પૈસા ઉપાડી લેવાતું હતું. પોલીસે 9 ગુનાઓ ઉકેલ્યા છે અને 146 ATM કાર્ડ્સ તથા POS મશીન જપ્ત કરી કુલ 9.5 લાખ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ મોજશોખ અને જુગાર માટે ગુના કરતી હતી.
અમદાવાદમાં ATM કાર્ડ બદલી લાખોની છેતરપિંડી
વડોદરા સ્વીટી પટેલ હત્યા કેસમાં આરોપી પોલીસ પતિને આજીવન કેદની સજા
વડોદરામાં સ્વીટી પટેલ હત્યા કેસમાં કરજણ કોર્ટે આરોપી પતિ તત્કાલિકન પીઆઈ એ.એ. દેસાઈને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. જૂન 2021થી સ્વીટી પટેલ ગુમ થઈ હતી. સમગ્ર કેસ મામલે પોલીસ પતિ અજય દેસાઈ દ્વારા જ હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો. હત્યાના બનાવને લઈને કોર્ટે આરોપી પોલીસ પતિને આજીવન કેદ અને હત્યાના કાવતરા અને પુરાવાનો નાશ કરવામાં મદદ કરના સહ-આરોપી કિરીટસિંહ જાડેજાને 5 વર્ષની કેદની સજા સંભળાવી છે.
વડોદરા સ્વીટી પટેલ હત્યા કેસમાં આરોપી પોલીસ પતિને આજીવન કેદની સજા
નર્મદા જિલ્લા શિક્ષણ ક્ષેત્રે ફરી રાજ્યમાં પ્રથમ
શિક્ષણક્ષેત્રે નર્મદા જિલ્લાએ વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ધોરણ 10ના પરિણામમાં રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યા બાદ, હવે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવામાં પણ જિલ્લાએ સમગ્ર રાજ્યમાં ડંકો વગાડ્યો છે. 'સમરસ વિદ્યાસેતુ' અભિયાન હેઠળ, શાળા છોડી ગયેલા 4,224 બાળકોમાંથી 3,906 બાળકોને પુનઃ શાળાએ મોકલી 92% ડ્રોપઆઉટ રેશિયો ઘટાડી નર્મદા જિલ્લાએ રાજ્યમાં ફરી પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.
નર્મદા જિલ્લા શિક્ષણ ક્ષેત્રે ફરી રાજ્યમાં પ્રથમ
અમદાવાદના સરખેજ-YMCA રોડ પાસે પાણી ભરેલા ખાડામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
અમદાવાદના એસ.જી. હાઈવે પર સરખેજ થી YMCA ક્લબ તરફ જતા રોડ નજીક, ખુલ્લા પ્લોટમાં પાણી ભરેલા એક ખાડામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિકોની નજર પડતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. સરખેજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મૃત્યુનું સાચું કારણ PM રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે. પોલીસે મૃતકની ઓળખ અને ઘટનાના કારણો જાણવા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે, જેમાં CCTV ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે.
અમદાવાદના સરખેજ-YMCA રોડ પાસે પાણી ભરેલા ખાડામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
ગુજરાતમાં આગામી 6 દિવસ હળવો વરસાદ
ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી 73.23% વરસાદ નોંધાયો છે. હાલમાં ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ છે. હવામાન વિભાગે આગામી 20 ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરી છે. 15મી ઓગસ્ટે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના 15 જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. શુક્રવારે 111 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં ડાંગના વઘઈમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 30-40 કિ.મી./કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
ગુજરાતમાં આગામી 6 દિવસ હળવો વરસાદ
સાગબારા જંગલ જમીન વિવાદ: આદિવાસીઓના હક્ક માટે લડત
સાગબારા અને ઉમરપાડા વિસ્તારમાં જંગલ જમીન ખેડાણનો મુદ્દો રાજ્યભરમાં ચર્ચામાં છે. આદિવાસીઓ દ્વારા શરૂ કરાયેલા ધરણા અને આંદોલનને 7 દિવસ વીતી ગયા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. આ વિવાદે રાજકીય ગરમાવો લાવી દીધો છે, જેમાં શાસક અને વિપક્ષના નેતાઓ સામસામે આવી ગયા છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડૉ. દર્શનાબહેન દેશમુખ પણ આદિવાસીઓના સમર્થનમાં ધરણા પર બેઠા છે. કોંગ્રેસના નેતાઓ આને રાજકીય નાટક ગણાવી રહ્યા છે અને સરકાર પર પક્ષપાતનો આરોપ મૂકી રહ્યા છે. આગામી વિધાનસભા સત્રમાં આ મુદ્દો ઉઠાવવામાં આવશે.
સાગબારા જંગલ જમીન વિવાદ: આદિવાસીઓના હક્ક માટે લડત
પંચમહાલના ગોધરાના બામરોલી ખુર્દ ગામમાં સ્મશાન માર્ગ પર પાણી
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના બામરોલી ખુર્દ ગામમાં તંત્રની બેદરકારી સામે આવી છે. ગામમાં સ્મશાન સુધી પહોંચવા માટે યોગ્ય રસ્તો ન હોવાથી ચોમાસામાં ગ્રામજનોને પોતાના સ્વજનની અંતિમયાત્રા ઘૂંટણસમા મેશરી નદીના પાણીમાંથી કાઢવી પડે છે. રસ્તા પર પાણી ભરાવાથી રોજબરોજની અવરજવરમાં પણ ભારે હાલાકી થાય છે. વર્ષોથી રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ ન આવતા ગ્રામજનોમાં આક્રોશ છે. તાત્કાલિક નાળુ/કોઝવે બનાવવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.
પંચમહાલના ગોધરાના બામરોલી ખુર્દ ગામમાં સ્મશાન માર્ગ પર પાણી
લુણાવાડા-સંતરામપુર હાઇવે પર દૂધના ટેન્કર અને કારની ટક્કરમાં પરિવારના 3 લોકોના મોત
મહીસાગર જિલ્લામાં લુણાવાડા-સંતરામપુર હાઇવે પર હરિગરના મુવાડા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. એક દૂધના ટેન્કરે કારને અડફેટે લેતાં કારમાં સવાર દાહોદના ફતેપુરાના એક જ પરિવારના ત્રણ સભ્યો - કાર ચાલક હાર્દિક પ્રજાપતિ, તેની માતા પુષ્પાબહેન પ્રજાપતિ અને દાદી સવિતાબહેન પ્રજાપતિ - ના ઘટનાસ્થળે જ દુઃખદ મોત નીપજ્યા. કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત બાદ ટેન્કરચાલક ફરાર છે. પોલીસે મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લુણાવાડા-સંતરામપુર હાઇવે પર દૂધના ટેન્કર અને કારની ટક્કરમાં પરિવારના 3 લોકોના મોત
ગુજરાત GIDC જમીન દરોમાં 15% વધારો
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટે ઔદ્યોગિક અને રહેણાંક પ્લોટના નવા ફાળવણી દરો જાહેર કરાયા છે, જેમાં સરેરાશ 15 ટકાનો વધારો થયો છે. આ નવા દરો 14 ઓગસ્ટ 2026થી તાત્કાલિક અમલમાં આવ્યા છે. બહુમાળી શેડના દરો યથાવત રાખવામાં આવ્યા છે, પરંતુ જમીન વિતરણ, ટ્રાન્સફર ફી અને N.U. પેનલ્ટી પર પણ આ નવા દરો લાગુ પડશે. નવા ઉદ્યોગો માટે પ્રારંભિક મૂડી રોકાણ વધશે, જોકે MSME સેક્ટર માટે વિશેષ પાર્કના દરો રાહતભર્યા છે.
ગુજરાત GIDC જમીન દરોમાં 15% વધારો
અમદાવાદમાં સંબંધ રાખવા દબાણ કરનાર યુવકથી કંટાળી 16 વર્ષીય કિશોરીએ કર્યો આપઘાત
અમદાવાદના સરદારનગરમાં 16 વર્ષીય સગીરાએ સંબંધ રાખવા માટે દબાણ કરતા યુવકના ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. મૃતક કિશોરીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા, આરોપી નસીમ ઉર્ફે લલ્લુ અંસારીની એરપોર્ટ પોલીસે અટકાયત કરી છે. પરિવારના સભ્યો ઘરે પરત ફર્યા ત્યારે તેમને કિશોરીનો મૃતદેહ લટકતો મળી આવ્યો. આરોપી અગાઉ પણ કિશોરીનો પીછો કરતો હતો અને સંબંધો માટે માનસિક ત્રાસ આપતો હતો. પરિવારે મકાન બદલ્યા બાદ પણ આરોપીએ પીછો છોડ્યો નહોતો.
અમદાવાદમાં સંબંધ રાખવા દબાણ કરનાર યુવકથી કંટાળી 16 વર્ષીય કિશોરીએ કર્યો આપઘાત
'ઇમ્યુનિટી'ના નામે લૂંટ ચાલતી રહી ને તંત્ર ઊંઘતું રહ્યું!
FSSAIએ હવે સેલેબ્રિટીઝ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સામે કડક વલણ અપનાવ્યું છે, જેઓ 'ઇમ્યુનિટી' વધારવા જેવા ખોટા દાવા કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે. કોઈપણ ઉત્પાદનની ગુણવત્તા ચકાસ્યા વગર તેનો પ્રચાર કરનારાઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ફૂડ બ્રાન્ડ્સ ડિજિટલ ક્રિએટર્સ અને જાણીતી હસ્તીઓનો સહારો લઈ રહી છે, ત્યારે FSSAI સ્પષ્ટ કરે છે કે દાવા વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા અને ફૂડ સેફ્ટીના નિયમો મુજબના હોવા જોઈએ. અતિશયોક્તિભર્યા દાવાઓ પર નિયંત્રણ લાવવા માટે 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006' હેઠળ પગલાં લેવાશે.
'ઇમ્યુનિટી'ના નામે લૂંટ ચાલતી રહી ને તંત્ર ઊંઘતું રહ્યું!
બટાકાના ઘટતા ભાવથી ખેડૂતો પર સંકટ
વડોદરા તાલુકા ભારતીય કિસાન સંઘે બટાકાના ભાવ ઘટવા અને ખેડૂતોની આર્થિક મુશ્કેલીઓને લઈને મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે. ચાલુ વર્ષે બટાકાનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થતાં કોલ્ડ સ્ટોરેજ ભરાઈ ગયા છે અને બજારમાં પુરવઠો વધુ હોવાથી ભાવમાં મોટો ઘટાડો થયો છે. ખેડૂતોને ઉત્પાદન ખર્ચ જેટલો પણ ભાવ ન મળતાં નુકસાન થઈ રહ્યું છે. કિસાન સંઘે તાત્કાલિક રાહત પેકેજ, સહાયકારી ભાવ, કોલ્ડ સ્ટોરેજ ભાડામાં સબસિડી, અને સરકારી એજન્સીઓ મારફતે ખરીદીની માંગ કરી છે.
બટાકાના ઘટતા ભાવથી ખેડૂતો પર સંકટ
ઈ-બસ સેવા વડોદરાના વુડા વિસ્તાર સહિત 25 કિમી સુધી વિસ્તરશે
વડોદરા કોર્પોરેશનમાં ટ્રાન્સપોર્ટ મેનેજરની ભરતીની દરખાસ્ત પર ચર્ચા દરમિયાન, કોંગ્રેસના સભ્યોએ ઇલેક્ટ્રિક બસ માટે જરૂરી ચાર્જિંગ સ્ટેશનોની અછત અને સ્થળ પસંદગી અંગે ચિંતા વ્યક્ત કરી. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે, હાલ 50 ઇલેક્ટ્રિક બસ છે અને કુલ 200 મળવાની છે. શહેરમાં હાલ એક જ ચાર્જિંગ સ્ટેશન છે, પરંતુ ત્રણેય ઝોનમાં એક-એક વધારવાનું આયોજન છે. ઈ-બસ સેવા માત્ર શહેર પૂરતી નહીં, પરંતુ વુડા વિસ્તાર અને આસપાસના 25 કિલોમીટર સુધી વિસ્તરશે.
ઈ-બસ સેવા વડોદરાના વુડા વિસ્તાર સહિત 25 કિમી સુધી વિસ્તરશે
અમદાવાદના રાજ્ય વેરા કમિશનર કચેરીના 2 કર્મચારી લાંચ લેતા ઝડપાયા
અમદાવાદના રાજ્ય વેરા કમિશનરની કચેરીના ક્લાસ-2 ઓફિસર સહિત બે કર્મચારી રૂ.25,000 ની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા. ફરિયાદીનું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે રાજ્ય વેરા અધિકારી અને નિરીક્ષકે પૈસા માંગ્યા હતા. ફરિયાદીની 'યુનિક કોમ્પ્રેસર ટેકનોલોજી' કંપનીનું GST રીટર્ન ફાઇલ ન થતાં એકાઉન્ટ ફ્રીઝ થયું હતું. ACBએ છટકું ગોઠવી બંને કર્મચારીઓને લાંચ સ્વીકારતા ઝડપી પાડ્યા અને આગળની કાર્યવાહી હાથ ધરી.
અમદાવાદના રાજ્ય વેરા કમિશનર કચેરીના 2 કર્મચારી લાંચ લેતા ઝડપાયા
ESI એક્ટના અમલ અંગે કેન્દ્ર સરકારે જવાબ ન આપતા ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ
કચ્છમાં ESI (એમ્પ્લોયી સ્ટેટ ઈન્શ્યોરન્સ) Act લાગુ કરવા અંગેની PIL(જાહેરહિતની અરજી) માં ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર સરકારના જવાબ ન આપવા પર કડક વલણ અપનાવ્યું છે. વારંવાર નિર્દેશો છતાં સોગંદનામું રજૂ ન થતાં, હાઈકોર્ટે સંબંધિત મંત્રાલયના મંત્રીને નોટિસ કાઢવાનો આદેશ કર્યો. ચીફ જસ્ટિસે કેન્દ્ર સરકાર અને ASG (આસિસ્ટન્ટ સોલિસિટર જનરલ) ઓફિસની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠાવ્યા, જે દર્શાવે છે કે ESI Act નો અમલ ન થતાં હજારો કામદારોની સુરક્ષા જોખમાઈ રહી છે.
ESI એક્ટના અમલ અંગે કેન્દ્ર સરકારે જવાબ ન આપતા ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ
ગુજરાતના દીવાદાંડીઓ મેરિટાઈમ ટુરિઝમમાં નવાં આકર્ષણ બની
ગુજરાત રાજ્યમાં મેરિટાઈમ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે ૧૭ ઐતિહાસિક દીવાદાંડીઓ (Lighthouses) ને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવવામાં આવી છે. દેશના સૌથી લાંબા દરિયાકિનારા ધરાવતા ગુજરાતમાં, આ દીવાદાંડીઓને પ્રવાસન, સંસ્કૃતિ અને દરિયાઈ વારસાના જીવંત કેન્દ્રો તરીકે વિકસાવવામાં આવી છે. અહીં પ્રવાસીઓ માટે કૅફેટેરિયા, બગીચા, ઍમ્ફિથિયેટર, લાઇટ ઍન્ડ સાઉન્ડ શો, અને લિફ્ટ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. દ્વારકા અને ગોપનાથ ખાતે 'લાઇટહાઉસ મ્યુઝિયમ' પણ સ્થાપવામાં આવ્યા છે.
ગુજરાતના દીવાદાંડીઓ મેરિટાઈમ ટુરિઝમમાં નવાં આકર્ષણ બની
ગુજરાતમાં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા લાગુ!
રાજ્યમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ પારદર્શક અને ડિજિટલ બનાવવા માટે 'નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમ' ૧૨મી ઑગસ્ટથી લાગુ કરાઈ છે. નવા નિયમો મુજબ, નિયમભંગના ૩ દિવસમાં ઈ-ચલણ અને ૧૫ દિવસમાં ફિઝિકલ ચલણ મળશે. ચલણ સામે અપીલ કરવા ૪૫ દિવસ અને દંડ ભરવા ૩૦ દિવસ મળશે. જો દંડ નહીં ભરાય તો વાહન 'Not to be Transacted' થશે અને ગંભીર કેસમાં વાહન જપ્ત કરાશે. વાહનચાલકો સત્તાવાર પોર્ટલ પર વિગતો ચકાસી શકે છે.
ગુજરાતમાં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા લાગુ!
લોકરક્ષક કેડર LRD ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાય ઉમેદવારોની યાદી જાહેર
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા લોકરક્ષક કેડર (LRD) ની 12,733 જગ્યાઓ માટે લેખિત પરીક્ષા બાદ હવે દસ્તાવેજ ચકાસણી (Document Verification) માટે ક્વોલિફાય થયેલા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. 14 જૂને યોજાયેલી પરીક્ષામાં 2.63 લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. આ યાદીમાં પ્રથમ તબક્કામાં કુલ 18,322 ઉમેદવારો પસંદગી પામ્યા છે. વધુ વિગતો માટે GPRB ની સત્તાવાર વેબસાઇટ https://gprb.gujarat.gov.in/ ની મુલાકાત લઈ શકાય છે.
લોકરક્ષક કેડર LRD ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાય ઉમેદવારોની યાદી જાહેર
સુરતમાં આરોપીઓને જાહેરમાં માર મારવાના કેસમાં DCPની બદલીનો હાઈકોર્ટનો આદેશ
સુરતમાં આરોપીઓને જાહેર રસ્તા પર માર મારવાના અને તેનું સરઘસ કાઢવાના ચકચારી કેસમાં ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. આ મામલે લેવાયેલી સુઓમોટો અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સુરતના DCP રાજદીપસિંહ નકુમની તાત્કાલિક અસરથી બદલી કરવા રાજ્ય સરકારને આદેશ આપ્યો છે. સિનિયર અધિકારી હોદ્દા પર રહેશે તો નાના કર્મચારીઓ સાક્ષી આપશે નહીં તેવું કોર્ટે જણાવ્યું. આ ઘટના અત્યંત ગંભીર અને સ્વીકારી શકાય નહીં તેવી છે, જેના નિષ્પક્ષ તપાસ માટે DCPની બદલી અનિવાર્ય છે.
સુરતમાં આરોપીઓને જાહેરમાં માર મારવાના કેસમાં DCPની બદલીનો હાઈકોર્ટનો આદેશ
અમદાવાદ રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસના 65 વર્ષીય આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી
અમદાવાદના રામોલ વિસ્તારમાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ કેસમાં 65 વર્ષીય આરોપી રમીલા ડોડિયાની કાયમી જામીન અરજી એડિશનલ સેશન્સ જજે ફગાવી દીધી છે. 11 નિર્દોષ લોકોના મોત અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી કોર્ટે જામીન આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. આ ફેક્ટરી ફાયર સેફ્ટી કે પોલીસ વિભાગની કોઈ પણ સત્તાવાર મંજૂરી વગર ચલાવવામાં આવી રહી હતી. આરોપી પક્ષ અને સરકારી વકીલની દલીલો બાદ કોર્ટે નોંધ્યું કે, પ્રથમ દ્રષ્ટિએ કેસ અરજદાર સામે જણાઈ આવે છે.
અમદાવાદ રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસના 65 વર્ષીય આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી
શાક સાથે મફત મળતી કોથમીર હવે મોંઘી
અગાઉ શાકભાજીની ખરીદી સાથે મફતમાં મળતી કોથમીર (ધાણા) હવે મોંઘી થઈ ગઈ છે. ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને કારણે નાસિક જેવા મુખ્ય ઉત્પાદન વિસ્તારોમાંથી સપ્લાય ખોરવાતા તેના ભાવમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે. દિલ્હી જેવા બજારોમાં તાજા ધાણા ₹220-230 પ્રતિ કિલો સુધી પહોંચ્યા છે, જ્યારે હોલસેલ ભાવ પણ ₹25ની સરખામણીએ ₹200 સુધી પહોંચી ગયા હતા. પાકને થયેલું નુકસાન અને પરિવહન વ્યવસ્થામાં થયેલી અડચણોને કારણે સારી ગુણવત્તાવાળી કોથમીરની અછત સર્જાઈ છે.
શાક સાથે મફત મળતી કોથમીર હવે મોંઘી
રાજકોટમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ!
પવિત્ર શ્રાવણ માસમાં રાજકોટમાંથી કોમી એકતાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું છે. અહેસાન ચૌહાણ નામના મુસ્લિમ વ્યક્તિ છેલ્લા 35 વર્ષથી નિયમિતપણે ચાલીને ઈશ્વરિયા મહાદેવના દર્શને જાય છે, જે સાંપ્રદાયિક સદભાવની મિસાલ કાયમ કરે છે. તાજેતરમાં પગમાં 45 ટાંકા આવ્યા છતાં તેમની શ્રદ્ધા અડગ છે. તેઓ 22 વર્ષથી દિવ્યાંગો અને જરૂરિયાતમંદોને સોમનાથ યાત્રા કરાવે છે. તેમના આ સેવાકાર્ય બદલ તેમને 'હિન્દુ-મુસ્લિમ કોમી એકતા એવોર્ડ'થી સન્માનિત પણ કરાયા છે.
રાજકોટમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ!
ત્રણ વર્ષ જૂના ઝઘડાની અદાવતમાં પિતરાઇ ભાઇઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી
વડોદરામાં ત્રણ વર્ષ પહેલાં થયેલા ઝઘડાની અદાવતમાં પિતરાઇ ભાઇઓ દ્વારા ફોન પર ધમકીઓ આપવામાં આવી હતી. ફરિયાદી દિલીપ પ્રજાપતિએ જણાવ્યું કે, તેમના પુત્રની બર્થડે પાર્ટી દરમિયાન થયેલા ઝઘડા બાદ અવારનવાર તેઓને ધમકીઓ મળી રહી છે. તાજેતરમાં, મનીષ પ્રજાપતિના પિતરાઇ ભાઇ અભિષેક વિનોદભાઇ પ્રજાપતિએ ફોન પર ગાળો બોલી, "તું ગાંવ મેં આકે દીખા. તુજે ઘર મેં ઘુસ કે જાનસે માર દેંગે," તેવી ધમકી આપી. ત્યારબાદ મનીષ તથા અન્ય બે ભાઇઓએ પણ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી. માંજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ત્રણ વર્ષ જૂના ઝઘડાની અદાવતમાં પિતરાઇ ભાઇઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી
૧૫ ઓગસ્ટ પહેલા દિલ્હીમાં એરપોર્ટ, હાઈકોર્ટ સહિત અનેક સ્થળોએ બોમ્બની ધમકી
સ્વતંત્રતા દિવસ પહેલા દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બનાવવામાં આવી રહી છે. દિલ્હી હાઈકોર્ટ, IGI Airport અને અન્ય પાંચ સ્થળોએ બોમ્બ હોવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. દિલ્હી હાઈકોર્ટને ઈ-મેલ દ્વારા ધમકી મળી હતી, જેના પગલે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. દિલ્હી કેન્ટના SDM કાર્યાલય સહિત કુલ છ જગ્યાઓને ધમકી મળી છે. રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. ૧૫ ઓગસ્ટને ધ્યાનમાં રાખીને દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.
૧૫ ઓગસ્ટ પહેલા દિલ્હીમાં એરપોર્ટ, હાઈકોર્ટ સહિત અનેક સ્થળોએ બોમ્બની ધમકી
અમદાવાદના શીલજ આનંદ નિકેતન સ્કૂલમાં બજરંગ દળનો હોબાળો
શીલજ સ્થિત આનંદ નિકેતન સ્કૂલમાં ફૂડ અને પુસ્તક વિવાદ બાદ બજરંગ દળના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ કર્યો. તેમણે શાળાના દરવાજા તોડીને અંદર પ્રવેશ કરી પરિસરમાં પ્રાર્થના અને રાષ્ટ્રગાન ગાઈ રોષ વ્યક્ત કર્યો. વિવાદ વધતાં શાળા મેનેજમેન્ટે કરિક્યુલમ ડિઝાઇનરને બરતરફ કર્યા, બે સુપરવાઇઝરને સસ્પેન્ડ કર્યા અને કેન્ટીન ઇન્ચાર્જ સામે કાર્યવાહી કરી. શાળાએ શિક્ષણ વિભાગને રિપોર્ટ સોંપ્યો છે અને ધાર્મિક લાગણી ન દુભાવવાની સ્પષ્ટતા કરી છે. નિયમિત પ્રાર્થના યોજવાની અને ફૂડ સેફ્ટીના પાલનની ખાતરી આપી છે, જેના ભાગરૂપે કેન્ટીન પર 10 હજારનો દંડ થયો છે.
અમદાવાદના શીલજ આનંદ નિકેતન સ્કૂલમાં બજરંગ દળનો હોબાળો
કેનેડા મોકલવાના નામે લાખો પડાવ્યા
વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં એક યુવક સાથે કેનેડા મોકલી નોકરી અપાવવાના બહાને રૂ.1.10 લાખની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ફરિયાદી જીગ્નેશ ભાટીયાએ આકાશ દિનેશચંદ્ર જાની અને પાર્થ કિશોર મુલાણી નામના બે વ્યક્તિઓ સામે કપુરાઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ તેને કેનેડામાં રેસ્ટોરન્ટમાં નોકરી અપાવવાની લાલચ આપી, વિઝા ફી અને મેડિકલના નામે કુલ રૂ.1.10 લાખ લીધા હતા. ત્યારબાદ, તેમણે ફરિયાદીને કેનેડા મોકલી દેવાનું ખોટું જણાવ્યું હતું. જ્યારે રૂપિયા અને દસ્તાવેજો પાછા માંગ્યા ત્યારે આરોપીઓએ વધુ પૈસા માંગ્યા અને દસ્તાવેજો સળગાવી દેવાની ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
કેનેડા મોકલવાના નામે લાખો પડાવ્યા
જામનગર જી.જી. હોસ્પિટલ નજીક નવજાત બાળકનો મૃતદેહ મળ્યો
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ પરિસરમાં ગાયનેક વિભાગ નજીક એક નવજાત બાળકના મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર મચી છે. બંધ સીડી પાસે ત્યજી દેવાયેલો મૃતદેહ મળતાં હોસ્પિટલ સ્ટાફે પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં બાળક મૃત હાલતમાં હોવાનું જણાયું છે, અને કોઈ અજાણી વ્યક્તિ દ્વારા તેને ત્યાં મૂકી દેવાયું હોવાનું અનુમાન છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને CCTV ફૂટેજના આધારે બાળકને છોડી જનાર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. આ કરૂણ ઘટનાથી સમગ્ર હોસ્પિટલ પરિસરમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
જામનગર જી.જી. હોસ્પિટલ નજીક નવજાત બાળકનો મૃતદેહ મળ્યો
વડોદરા રેલવે સ્ટેશન પર પાર્કિંગ ચાર્જ મુદ્દે રિક્ષા ચાલકોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
વડોદરા રેલવે સ્ટેશન પર રિક્ષા અને ટેક્સી કાર પાર્કિંગ ચાર્જના નવા નિયમો સામે રિક્ષા ચાલકોએ ફરી વિરોધ નોંધાવ્યો છે. ત્રણ રિક્ષા યુનિયનોના સભ્યો ભેગા મળીને પાર્કિંગ ચાર્જ મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. રેલવે દ્વારા રિક્ષા માટે રૂ.10 અને ટેક્સી કાર માટે રૂ.20 પાર્કિંગ ચાર્જ નક્કી કરાયો છે, જે બે કલાક બાદ વધશે. યુનિયનોનો દાવો છે કે આ ચાર્જ મુસાફરો અને ચાલકોની રોજગારી પર અસર કરશે. તેમણે આ ચાર્જ પરત ખેંચવાની માંગ કરી છે, નહીંતર ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
વડોદરા રેલવે સ્ટેશન પર પાર્કિંગ ચાર્જ મુદ્દે રિક્ષા ચાલકોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
લોન નહિં ભરનાર દંપતીએ બેંકનું સીલ તોડી મકાન પર ગેરકાયદે કબજો મેળવ્યો
વડોદરામાં લોન લઈને નિયમિત હપ્તા ન ભરનાર દંપતીએ બેંક દ્વારા મકાનને મારવામાં આવેલું સીલ તોડી ગેરકાયદે કબજો લઈ લીધો. આ અંગે ઈન્ડિયન ઓવરસીઝ બેન્કના બ્રાંચ મેનેજર દ્વારા બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. દંપતીએ 25.59 લાખની લોન લીધી હતી, જે NPA જાહેર થયા બાદ કોર્ટના હુકમ બાદ બેંક દ્વારા પોલીસની હાજરીમાં મકાન સીલ કરાયું હતું. ત્યારબાદ પણ દંપતીએ ગેરકાયદે પ્રવેશ મેળવ્યો હતો.
લોન નહિં ભરનાર દંપતીએ બેંકનું સીલ તોડી મકાન પર ગેરકાયદે કબજો મેળવ્યો
દક્ષિણ ગુજરાતમાં ૧૦૦% વરસાદ, નર્મદા ડેમ છલકાવા માત્ર ૧૩ ફૂટ બાકી
રાજ્યમાં પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ૧૫૯ તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો ૧૦૦% વરસાદ વરસી ગયો છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ઓવરફ્લો થવામાં માત્ર ૧૩.૨૯ ફૂટ જ બાકી છે, જે અત્યાર સુધીમાં ૮૬.૬૪% ભરાઈ ગયો છે. ઉપરવાસમાં સતત વરસાદી આવકથી ડેમની સપાટી વધી રહી છે. હાલ ૪૦ જળાશયો હાઈ એલર્ટ પર છે. આગામી દિવસોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.
દક્ષિણ ગુજરાતમાં ૧૦૦% વરસાદ, નર્મદા ડેમ છલકાવા માત્ર ૧૩ ફૂટ બાકી
આન, બાન, શાન સાથે ઉજવાશે 80મું સ્વાતંત્ર્ય પર્વ
ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયાને 79 વર્ષ પૂર્ણ થતા આવતીકાલે 15મી ઓગસ્ટે 80માં સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરવામાં આવશે. દેશભરમાં તિરંગો લહેરાશે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લાલકિલ્લા પરથી રાષ્ટ્રજોગ પ્રવચન કરશે. ગુજરાતમાં રાજ્યકક્ષાની ઉજવણી અમરેલી ખાતે થશે, જેમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ ઉપસ્થિત રહેશે. અન્ય જિલ્લાઓમાં મંત્રીઓ ધ્વજવંદન કરાવશે. દેશભરમાં દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે અને "હર ઘર તિરંગા" યાત્રામાં લોકો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે.