સુરત સમરસ બોય્ઝ હોસ્ટેલ: ભોજનમાં વંદો મળતાં મેસ એજન્સીને ₹10,000 દંડ
સુરત સમરસ બોય્ઝ હોસ્ટેલ: ભોજનમાં વંદો મળતાં મેસ એજન્સીને ₹10,000 દંડ
Published on: 04th September, 2026

સુરતની સમરસ બોય્ઝ હોસ્ટેલમાં સોયાબીનના શાકમાં વંદો નીકળતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓએ ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા સામે નારાજગી વ્યક્ત કરી હતી. આક્ષેપો છે કે હોસ્ટેલમાં ભોજનમાં બેદરકારી અને સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે. ઘટના બાદ મેસ એજન્સી સામે કાર્યવાહી કરાઈ છે અને ₹10,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ મુદ્દો તંત્રની કામગીરી સામે ફરી પ્રશ્નો ઉભા કરે છે.