વડોદરાના રેસકોર્સના ફ્લેટમાંથી અમેરિકનોને ઠગતા 4 યુવકોનું કોલ સેન્ટર ઝડપાયું
વડોદરાના રેસકોર્સના ફ્લેટમાંથી અમેરિકનોને ઠગતા 4 યુવકોનું કોલ સેન્ટર ઝડપાયું
Published on: 08th June, 2026

વડોદરા શહેરના રેસકોર્સ રોડ પર આવેલ એક ફ્લેટમાંથી ચાલતા આંતરરાષ્ટ્રીય નકલી કોલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ચાર આરોપીઓ અમેરિકન નાગરિકોને લોન મંજૂર થઈ હોવાનું કહી પ્રોસેસિંગ ફીના નામે છેતરપિંડી કરતા હતા. પોલીસે 4 શખ્સોને 7 લેપટોપ, 8 મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આરોપીઓ ડાર્ક વેબ પરથી અમેરિકન ગ્રાહકોના નંબર ખરીદી, એપલ ગિફ્ટ કાર્ડ દ્વારા નાણાં મેળવી રહ્યા હતા. આ ટોળકી રાત્રિ દરમિયાન ઠગાઈ કરતી હતી.