કેનેડામાં 'ફોર બ્રધર્સ' ગેંગના 17 સભ્યોની ધરપકડ!
કેનેડામાં 'ફોર બ્રધર્સ' ગેંગના 17 સભ્યોની ધરપકડ!
Published on: 26th May, 2026

કેનેડા અને અમેરિકામાં ભારતીય મૂળના વેપારીઓને નિશાન બનાવતી 'ફોર બ્રધર્સ' (For Brothers) નામની આંતરરાષ્ટ્રીય ગુનાહિત ગેંગનો કેનેડાની પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ગેંગના 17 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે અને તેમના પર ખંડણી, આતંક ફેલાવવા, ગોળીબાર અને આગચંપી જેવા ગંભીર ગુનાઓનો આરોપ છે. પોલીસે 106 કેસ નોંધ્યા છે. આ ગેંગે કેનેડાના બ્રામ્પટન, મિસીસાગા, કેલેડોન અને અમેરિકાના કેલિફોર્નિયામાં પણ ગુનાહિત પ્રવૃત્તિઓ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી કોઈ કેનેડાનો નાગરિક નથી.