વાપીના કુંતા ગામે MD ડ્રગ્સનો કરોડોનો જથ્થો ઝડપાયો.
વાપીના કુંતા ગામે MD ડ્રગ્સનો કરોડોનો જથ્થો ઝડપાયો.
Published on: 26th May, 2026

ગુજરાતના દરિયા કિનારે ડ્રગ્સ માફિયાઓ સક્રિય જણાય છે, પરંતુ ATS દ્વારા સજાગતા રાખી તેમના મનસુબા નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે. વલસાડના વાપી નજીક કુંતા ગામમાં MD ડ્રગ્સનું મોટું નેટવર્ક ચાલતું હોવાની ગુપ્ત બાતમીના આધારે ATS અને વલસાડ SOG ની ટીમે ગોડાઉનમાં દરોડો પાડ્યો. તપાસ કરતાં દોઢ થી બે કિલો MD ડ્રગ્સ, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત કરોડો રૂપિયા છે, તે મળી આવ્યું. પોલીસે આ નેટવર્ક સાથે જોડાયેલા બે આરોપીઓને દબોચી લીધા છે.