અમદાવાદના ચાંદખેડામાં પાન પાર્લર સંચાલક પર હુમલો
અમદાવાદના ચાંદખેડામાં પાન પાર્લર સંચાલક પર હુમલો
Published on: 22nd August, 2026

અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક પાન પાર્લરના સંચાલક પર રીક્ષા ચાલકે 'અહીં દુકાન કેમ ખોલી છે?' કહી ગાળો ભાંડી હુમલો કર્યો હતો. ત્યારબાદ પોતાના સાગરીતોને બોલાવી લાકડીઓ વડે પાર્લરમાં તોડફોડ મચાવતાં વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનામાં પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. આ પ્રકરણ જૂની રંજિશ કે હપ્તાખોરી સાથે જોડાયેલું હોવાની પણ શક્યતા છે.