૮૫ કરોડની ઠગાઈના આરોપી બિલ્ડર જયેશ તન્ના સામે ચાર્જશીટ
૮૫ કરોડની ઠગાઈના આરોપી બિલ્ડર જયેશ તન્ના સામે ચાર્જશીટ
Published on: 15th August, 2026

મુંબઈમાં રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં છેતરપિંડી બદલ ડેવલપર જયેશ તન્ના, દીપતન્ના, વિવેક તન્ના સહિત સાત જણ સામે ૮૫ કરોડની ઠગાઈના આરોપમાં ચાર્જશીટ જારી કરવાનો આદેશ પીએમએલએ કોર્ટે આપ્યો છે. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ આ આરોપીઓને અંધેરી, કાંદિવલી, ગોરેગાંવ ખાતેના પ્રોજેક્ટમાં ફ્લેટ્સ માટે લીધેલી રકમ અન્યત્ર વાપરી રોકાણકારો સાથે છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરી હતી. તપાસમાં જણાયું છે કે આ રકમ પોતાના લાભ માટે વાપરવામાં આવી હતી અને કેટલીક બોગસ કંપનીઓ દ્વારા વિદેશમાં મિલકતો ખરીદવા માટે ભંડોળનો ઉપયોગ થયો હતો.