જયપુરમાં કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીત દીપકે પર યુવક દ્વારા હુમલો, વીડિયો વાયરલ
જયપુરમાં કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીત દીપકે પર યુવક દ્વારા હુમલો, વીડિયો વાયરલ
Published on: 15th June, 2026

જયપુરમાં કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજીત દીપકે પર NEET પેપર લીક, શિક્ષણ વ્યવસ્થા અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શન દરમિયાન એક અજ્ઞાત યુવકે હુમલો કરી અભિજીત દીપકેને ઘણી થપ્પડ મારી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. ત્યારબાદ અભિજીતના સમર્થકોએ યુવકને પકડીને માર માર્યો. પોલીસે ત્યારબાદ યુવકને કસ્ટડીમાં લઈ લીધો. આ પ્રદર્શનમાં ઘણા લોકો જોડાયા હતા અને ત્યાં મોબાઈલ ચોરીની ઘટનાઓ પણ બની હતી.