અમદાવાદમાં RBI માટે આવેલી ₹2000 ની નોટોના ₹11.86 લાખ પિતા-પુત્રએ અંગત કામ માટે વાપર્યા
અમદાવાદમાં RBI માટે આવેલી ₹2000 ની નોટોના ₹11.86 લાખ પિતા-પુત્રએ અંગત કામ માટે વાપર્યા
Published on: 23rd September, 2026

અમદાવાદના શાહીબાગ નેશનલ સોર્ટિંગ હબમાં મોટી છેતરપિંડી સામે આવી છે, જ્યાં RBI માં જમા કરાવવા આવેલી ₹2000 ની નોટોના ₹11.86 લાખ એક નિવૃત્ત કર્મચારી અને તેના પુત્રએ અંગત ઉપયોગ માટે વાપરી નાખ્યા. આંતરિક ઓડિટમાં આ ગોટાળો સામે આવ્યા બાદ, પિતા-પુત્ર પાસેથી વ્યાજ અને પેનલ્ટી સહિત કુલ ₹13.12 લાખ વસૂલવામાં આવ્યા હતા. તેમ છતાં, સરકારી નાણાં અને હોદ્દાનો દુરુપયોગ કરવા બદલ બંને સામે ગુનો નોંધવામાં આવ્યો છે. 116 ઈન્સ્યોર્ડ આર્ટિકલ સિસ્ટમમાં દર્શાવ્યા વિના સગેવગે કર્યા હતા.