અમદાવાદ નહેરુનગર જમીન વિવાદમાં પૂર્વ DySP અશોકસિંહ ચૌહાણને કોર્ટમાંથી મોટો ઝટકો
અમદાવાદ નહેરુનગર જમીન વિવાદમાં પૂર્વ DySP અશોકસિંહ ચૌહાણને કોર્ટમાંથી મોટો ઝટકો
Published on: 03rd September, 2026

નહેરુનગર જમીન વિવાદ કેસમાં કરોડોની જમીન ખાલી કરાવવા માટે ફાયરિંગ કરનાર નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણની જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. કોર્ટે આરોપી સામેના ગંભીર આક્ષેપો અને પિતા દ્વારા હથિયાર લાવવા અંગે અગાઉથી માહિતગાર હોવાની નોંધ લીધી. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જામીન આપવાનો ઇનકાર કર્યો. ફરિયાદી તરફથી દલીલ કરાઈ કે આરોપીએ કાયદાનો ડર રાખ્યા વિના પૂર્વઆયોજિત કાવતરા હેઠળ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હવે આરોપી ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરશે.