પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના વિદેશ પ્રવાસમાં સરકારી ખર્ચે અંગત ખરીદીનો ચોંકાવનારો ખુલાસો
પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના વિદેશ પ્રવાસમાં સરકારી ખર્ચે અંગત ખરીદીનો ચોંકાવનારો ખુલાસો
Published on: 19th September, 2026

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા પર સરકારી રૂપિયે અંગત ખરીદી કરવાના ગંભીર આક્ષેપો થયા છે. અમેરિકાના ન્યૂ જર્સી પ્રવાસ દરમિયાન તેમણે Sephora અને Zara જેવા બ્રાંડેડ સ્ટોરમાંથી લિપસ્ટિક, કપડાં અને બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદી કરી હતી, જેના બિલ યુનિવર્સિટીના ફંડમાંથી પાસ કરાવ્યા હતા. આ ખરીદીમાં આશરે 33,300 રૂપિયાનો ખર્ચ થયો હતો. અગાઉ પણ નીરજા ગુપ્તા ભરતી કૌભાંડ, ગ્રાન્ટમાં ગેરરીતિ અને પુત્રના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા જેવા આરોપોથી ઘેરાયેલા રહ્યા છે.