હરણી બોટ દુર્ઘટનાના 33 મહિના
હરણી બોટ દુર્ઘટનાના 33 મહિના
Published on: 19th September, 2026

વડોદરાની હરણી તળાવ બોટ દુર્ઘટનાને 33 મહિના પૂર્ણ થયા. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બાળકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. પીડિત પરિવારોએ જણાવ્યું કે, 'તંત્રના પાપના કારણે અમારા ઘરનો દીવો ઓલવાયો છે.' ન્યાયની માંગ સાથે તેઓ લડત ચાલુ રાખશે. કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોશીએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું અને જણાવ્યું કે, જ્યાં સુધી બાળકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે. પરિવાર દ્વારા ભ્રષ્ટાચારનો પણ આક્ષેપ કરાયો છે.