જામજોધપુર પોલીસ દ્વારા ધોરીયા નેસમાં દારૂના જંગી જથ્થા પર દરોડો
જામજોધપુર પોલીસ દ્વારા ધોરીયા નેસમાં દારૂના જંગી જથ્થા પર દરોડો
Published on: 19th September, 2026

જામજોધપુર તાલુકાના ધોરીયા નેસ સીમ વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જંગી જથ્થા સાથે રૂ.44.40 લાખનો મુદ્દામાલ જામજોધપુર પોલીસે કબજે કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, દારૂનો જથ્થો ઉતારી કટીંગ કરી વેચાણ માટે સગેવગે કરવાની તૈયારી હતી. Dy. Inspector General of Police નિર્લિપ્ત રાય અને SP ડો. રવિ મોહન સૈનીની સૂચના તથા Dy. SP પ્રતીભા આઈપીએસના માર્ગદર્શન હેઠળ આ સફળ કાર્યવાહી કરવામાં આવી. ટ્રક, મોટરસાયકલ સહિત દારૂનો જથ્થો કબજે લેવાયો છે, જ્યારે મુખ્ય સૂત્રધારો અને અન્ય આરોપીઓને શોધવા માટે તપાસ હાથ ધરાઈ છે.