હિંમતનગર તાલુકાના લીખીના ચેકડેમમાં ડુબતાં યુવાનનું મોત
હિંમતનગર તાલુકાના લીખીના ચેકડેમમાં ડુબતાં યુવાનનું મોત
Published on: 17th June, 2026

હિંમતનગર તાલુકાના લીખી ગામની સીમમાં આવેલ એક ચેકડેમમાં સોમવારે ગામનો એક યુવાન અગમ્ય કારણોસર આ ચેકડેમમાં ડુબી જવાને કારણે તેનું મોત નિપજયું હતું જે અંગે હિંમતનગર ફાયરબ્રિગ્રેડને જાણ કરી બોલાવાઈ હતી ત્યારબાદ લગભગ સાત કલાકની મહેનત બાદ મંગળવારે ચેકડેમમાંથી મૃતક ધુળસિંહ અમરસિંહ ચૌહાણની લાશને બહાર કાઢી જરૂરી કાર્યવાહી કરાયા બાદ મૃતકના પરિવારને લાશ અપાઈ હતી એમ ફાયરબ્રિગ્રેડના મયંકભાઈ પટેલે જણાવ્યું હતું.