પંચમહાલ જનકલ્યાણ શિબિરમાં નિરાધાર દીકરીઓને મળ્યો જાતિનો દાખલો.
પંચમહાલ જનકલ્યાણ શિબિરમાં નિરાધાર દીકરીઓને મળ્યો જાતિનો દાખલો.
Published on: 17th June, 2026

પંચમહાલ જિલ્લામાં ચાલી રહેલી જન કલ્યાણ શિબિરમાં કાલોલ તાલુકાના અલવા ગામે બે નિરાધાર જુડવા બહેનો, રીટા અને રીયા રતિભાઈ બારીયા, ને તાત્કાલિક જાતિનો દાખલો આપવામાં આવ્યો. માતાપિતા વિહોણી અને પેઢીનામાના અભાવે અભ્યાસમાં અડચણ અનુભવતી આ બહેનોને તંત્ર દ્વારા સ્થળ પર જ બક્ષીપંચનો દાખલો કાઢી આપતા હવે તેમને માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ તથા મેરીટ ક્વોટાનો લાભ મળશે. આ ઘટના જન કલ્યાણ શિબિરના સફળ આયોજનનું ઉત્તમ ઉદાહરણ છે.